Advertisement
Author: નોબત સમાચાર

કેનેડાના લોકો માટે ભારતીય વિઝા સેવાઓ હાલતુરંત સ્થગિત

કેનેડિયન રાજદ્વારીની હકાલપટ્ટી, કેનેડામાં રહેતા ભારતીયોને એડવાઈઝરી પછી ત્રીજુ મહત્ત્વપૂર્ણ અને સખ્ત કદમ

નવી દિલ્હી તા. ર૧ઃ ભારત અને કેનેડા વચ્ચે સંબંધોમાં ખટાશ આવી છે અને ત્યાંના વડાપ્રધાન ટ્રુડોના ભારત વિરોધી વલણ પછી ભારત સરકારે ત્રીજુ મહત્ત્વપૂર્ણ અને સખ્ત કદમ ઊઠાવીને કેનેડાના લોકો માટે ભારતીય વિઝા સેવાઓ હાલતુરંત સ્થગિત કરી દીધી છે.

કેનેડાના પી.એમ. દ્વારા ભારત વિરોધી વલણ અપનાવાઈ રહ્યું હોવાથી ભારત સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેનેડાના નાગરિકો માટે વિઝા સર્વિસ અટકાવવાનો નિર્ણય લેવાયો છે. કેનેડા અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. કેનેડાના નાગરિકો હાલ ભારત નહીં આવી શકે. ઓનલાઈન વિઝા એપ્લિકેશન સેન્ટર બીએલએસ ઈન્ટરનેશનલે આ માહિતી આપી હતી. આગામી નોટીસ સુધી આ વિઝા સર્વિસ બંધ રહેશે તેવી માહિતી અપાઈ છે.

મહત્ત્વનું છે કે અગાઉ ભારત સરકાર દ્વારા કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા હતાં. ત્યારપછી ભારત સરકારે કેનેડામાં વસતા ભારતીયો માટે એડવાઈઝરી પણ જાહેર કરી હતી. હે આ ત્રીજી મોટી અને સખ્ત કાર્યવાહી કરતા ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા બંધ કરવાનો નિર્ણય કર્યો છે, જો કે આ નિર્ણય આગામી નિર્ણય સુધી લાગુ રહેશે. તેના હવે કેવા પડઘા પડશે તે અંગે જોવાનું રહ્યું.

વિઝા કન્સલ્ટન્સી ફર્મના અહેવાલ અનુસાર એક મહત્ત્વની નોટીસ જાહેર કરાઈ છે. તેમાં જણાવાયું છે કે, આ નિર્ણય ઓપરેશનલ કારણોસર લેવાયો છે. તેમાં જણાવાયું છે કે ભારતીય મિશન તરફથી મહત્ત્વપૂર્ણ માહિતી એ છે કે ઓપરેશનલ કારણોસર ભારતીય વિઝા સેવાઓ ગુરુવાર (ર૧ સપ્ટેમ્બર ર૦ર૩) થી આગળની સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.

જો કે, મીડિયા અહેવાલો અનુસાર વિઝા સેવાઓને સ્થગિત કરવા અંગે કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કેનેડામાં વિઝા અરજી કેન્દ્રો ચલાવતા બીએલએસ ઈન્ટરનેશનલે તેની કેનેડિયન વેબસાઈટ પર આ સંદર્ભમાં એક મેસેજ પોસ્ટ કર્યો હતો જેમાં કહ્યું હતું કે, 'ભારતીય મિશન તરફથી મહત્ત્વપૂર્ણ સૂચના ર૧ મી સપ્ટેમ્બર ર૦ર૩ (ગુરુવાર) થી ભારતીય વિઝા સેવાઓ નવી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે.'

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh