Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે
જામનગર તા. ૨૧ઃ જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ સુરેશ ભીંડી પદમુકત થતાં તેમણે તેમના કાર્યકાળ દરમ્યાન જિલ્લા હોમગાર્ડઝ દ્વારા થયેલા કાર્યો, ફરજો અને મેળવેલ સિદ્ધિઓનો અહેવાલ રજુ કર્યો છે.
વિવિધ પ્રકારની ચૂંટણી ફરજો, બહારગામ ગણપતિ વિસર્જન ફરજ, રાજસ્થાન ચૂંટણી ફરજ, કોરોના મહામારી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન, વિશ્વ યોગ દિવસ, પર્યાવરણ રેલી, બિપરજોય વાવાઝોડું, તિરંગા રેલી, ૬ ડિસે. ઉજવણીમાં સમાજનું એક અભિન્ન અંગ બની ખભે ખભા મિલાવી કાર્ય કર્યું છે.
રાજ્ય કક્ષાના કેમ્પો , આપદા, મિત્ર તાલીમ, ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ ઉજવણી પરેડમાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ સદા અગ્રેસર રહ્યું છે. એનસીઓ તથા અધિકારીઓને પ્રમોશન આપી હોમગાર્ડઝ દળની બીજી હરોળ તૈયાર કરવામાં આવી છે.
જિલ્લાના જવાનો તથા અધિકારીઓને ગુજરાત રાજ્યના ગૌરવપૂર્ણ મુખ્યમંત્રી મેડલથી સન્માનિત કરી કામગીરીને બિરદાવવામાં આવ્યા છે. તાલુકા તથા જિલ્લા કક્ષાએ યુનિટ ઓફિસનું નવીનીકરણ કરી અદ્યતન કોમ્પ્યુટરરાઈઝ કરવામાં આવ્યું છે. જિલ્લા કચેરીનું પ૦ વર્ષ પછી રીનોવેશન કાર્ય હાથ ધરી અદ્યતન બનાવવામાં આવ્યું હતું. હોમગાર્ડઝ દળના વિશાળ હિત તથા ગરિમાને ધ્યાનમાં રાખી જિલ્લાના દળને શિસ્તબદ્ધ કરવા કડક હાથે કામ પણ લીધું છે. ૩૮ વર્ષની હોમગાર્ડઝની યાત્રામાં હોમગાર્ડઝ દળ, સમાજ, જિલ્લાનું વહીવટીય તંત્ર, પોલીસખાતું, સરકાર, તરફથી ખૂબ જ સહકાર મળેલ છે અને સમાજમાં એક આગવી ઓળખ અને પ્રતિષ્ઠા મળેલ છે જે માટે તેમણે આભારની લાગણી વ્યકત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial