Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોઈ
જામનગર તા. ર૧ઃ આગામી તા. ર૪ થી ર૬ સુધી કાલાવડથી રણુંજા જવાનો અને રણુંજાથી હરિપર આવવાનો રસ્તો બંધ રહેશે. રણુંજા મંદિરમાં લોકમેળો યોજાનાર હોવાથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના વોડીસાંગ રણુંજા રામદેવજી મંદિરના સાંનિધ્યમાં લોકમેળો યોજાનાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેનાર હોય, લોકોની સલામતી અને ટ્રાફિકનું નિયમન જાળવવાના હેતુથી રણુંજા જવા અને આવવા માટેનો રસ્તો એક માર્ગિય કરવા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ ની કલમ-૩૩(૧)(ખ) હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવેશ એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેનામા મુજબ આગામી તા. ર૪ થી ર૬ સપ્ટેમ્બર દરમિયાન કાલાવડથી રણુંજા જવા માટે કાલાવડથી રણુંજાનો રસ્તો બંધ કરવામાં આવશે માત્ર રણુંજા મેળામાંથી કાલાવડ આવવા માટે રસ્તાનો ઉપયોગ કરી શકાશે. તેમજ રણુંજાથી હરિપર (ખંઢેરા) આવવા માટેનો રસ્તો બંધ કરવામાં આવશે. ફક્ત હરિપરથી રણુંજા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ થઈ શકશે.
સરકારી વાહનો, પોલીસના વાહનો, ઈમરજન્સી વાહનો, એમ્બ્યુલન્સ તથા ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવે છે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial