Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૮ઃ આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા હીજરીસન ૬૧ મા મોહર્રમની દસમી તારીખે સિરિયાના સરમુખ્તાર મઝીદના જુલ્મી શાસન સામે, ઈસ્લામના મહાન પયગંમ્બરના મહાન દોહિત્ર હઝરત ઈમામ હુશેને પોતાના કુંટુંબીજનો સહીત ૭ર વફાદાર સાથીઓ સાથે માતૃ સત્યની હિફાજત ખાતર કરબલાના મેદાનમાં જે મહાન કુરબાની આપી તેને ઈસ્લામી જગત આજેય ભુલી શકયો નથી.
કરબલાના મહાન શહીદોની યાદમાં પ્રતિ વર્ષ શહેર અને જિલ્લાભરમાં મોહર્રમની ચાંદ રાતથી લઈને દશ દિવસ સુધી જુદી-જુદી મુસ્લિમ જમાતો અને કમિટિઓ દ્વારા દાસ્તાને કરબલાના નેજા હેઠળ વાએઝ શરીફના મુબારક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શહેરમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ શંકર ટેકરી, રઝાનગરના હુશેની ચોકમાં અને રતનબાઈ મસ્જીદ પાસે હુશેની વાએઝ કમિટિ દ્વારા શહાદતના બ્યાનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત અને હુશેની વાએઝ કમિટિના સંયુકત પ્રયાસો દ્વારા યોજાયેલા આ અજીમુર્શાન ઈજલાસમાં દેશમાં ખ્યાતી ધરાવતા ભારત મહાન અને વિદ્વાન આલીમ હઝરત મૌલાના મુફતી હમ્મદ રઝા સાહેબ તેમજ રતનબાઈ મસ્જીદ પાસે સૈયદ ઈમાન અફરોઝ બ્યાન ફરમાવશે.
જામનગર શહેરના જુદી જુદી મસ્જીદોના ઈમામ આલીમો હુશેની વાએઝ કમિટીના સભ્યો રઝાનગર સુન્ની મુસ્લિમ જમાત સહિતના આગેવાનો તેમનું ભાવભર્યું સ્વાગત કરશે. રઝાનગર અને રતનબાઈ મસ્જીદ વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. જ્યારે રઝાનગરમાં શ્રોતાઓ માટે લેવા-મુકવા માટે વાહનની સગવડ રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial