Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાંચ પીઆઈ તથા તેર ફોજદારની અરસપરસ કરાઈ બદલી

જામગરના જિલ્લા પોલીસવડાનો હુકમઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના બિન હથિયારધારી પોલીસબેડામાં ફરજ બજાવતા પાંચ પીઆઈ તથા તેર પીએસઆઈની અરસપરસ બદલીનો જિલ્લા પોલીસવડાએ હુકમ કર્યાે છે. મેઘપર, શેઠવડાળા, પંચકોશી-એ ડિવિઝન સહિતના પોલીસ મથકોમાં ફરજ બજાવતા ફોજદારોને ફરજની નવી જગ્યા સોંપાઈ છે.

જામનગરના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કુલ પૈકીના પાંચ પીઆઈની બદલીનો ગઈકાલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ હુકમ કર્યાે છે. શહેરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીઆઈ એ.આર. ચૌધરીને સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુકવામાં આવ્યા છે અને સિટી-સી ડિવિઝનના પીઆઈ પી.એલ. વાઘેલાને એએચટીયુ શાખામાં મુકવાનો હુકમ થયો છે.

જામજોધપુરમાં નિયુક્ત પીઆઈ સી.એચ. પનારાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે. જ્યારે લિવ રિઝર્વમાંથી પીઆઈ વી.એસ. પટેલને કાલાવડ શહેર પોલીસ સ્ટેશનનો હવાલો સોંપવામાં આવ્યો છે. એએચટીયુ શાખામાંથી પીઆઈ વાય.જે. વાઘેલાને જામજોધપુર મુકવામાં આવ્યા છે.

ઉપરોક્ત પીઆઈની બદલી ઉપરાંત તેર પીએસઆઈની પણ અરસપરસ બદલી કરવામાં આવી છે. જેમાં મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.બી. રાણાને શહેર ડીવાયએસપી કચેરીમાં અને સિટી-એ ડિવિઝનમાંથી પીએસઆઈ વી.કે. ગઢવી પણ સિટી ડીવાયએસપી કચેરીમાં મુકાયા છે, સિટી-બી ડિવિઝનના પીએસઆઈ ડી.એસ.વાઢેર તથા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ કે.આર. સીસોદીયાને એલઆઈબીમાં, જામજોધપુરના પીએસઆઈ એમ.જી. વસાવાને એમઓબીમાં, સિટી-સી ડિવિઝનના પીએસઆઈ એચ.ડી. હિંગરોજાને ગ્રામ્ય ડીવાયએસપી કચેરીમાં મુકાયા છે. જ્યારે ત્યાંથી પીએસઆઈ વી.કે. રાતીયાને સિટી-એ ડિવિઝનમાં નિયુક્ત અપાઈ છે.

એમઓબી શાખામાં ફરજ બજાવતા પીએસઆઈ એન.જે. રાવલને સિટી-સી ડિવિઝનમાં, શેઠવડાળાથી પીએસઆઈ વાય.આર. જોષીને સિટી-સી ડિવિઝનમાં, પંચકોશી-એ ડિવિઝનમાંથી પીએસઆઈ આર.એલ. ઓડેદરાને શેઠવડાળા, શહેર ડીવાયએસપી કચેરીમાંથી પીએસઆઈ પી.એમ. અકવાલીયાને લિવ રિઝર્વમાં મુકવામાં આવ્યા છે, સિટી-બી ડિવિઝનના પીએસઆઈ બી.બી. કોડીયાતરને મેઘપર પોલીસ સ્ટેશનમાં અને કાલાવડ શહેર પોલીસ મથકના પીએસઆઈ એચ.બી. વડાવીયાને સિટી-બી ડિવિઝનમાં મુકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh