Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સામા પક્ષે પણ ચાર સામે નોંધાવી હુમલાની રાવઃ
જામનગર તા.૧૮ ઃ ખંભાળિયાના સીમાણી કાલાવડ ગામના એક ખેડૂતે પોતાના પર હુમલો કર્યાની ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જ્યારે વીજ કંપનીના એક કર્મચારીએ તેની સામે હુમલાની વળતી ફરિયાદ કરી છે.
ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામમાં વીજ કંપનીના એક થાંભલામાં ક્ષતિ સર્જાતા ગઈકાલે વીજ કંપનીની ટૂકડી રીપેરીંગ માટે આવી હતી. ત્યાં ખેતર ધરાવતા રાજભા નવુભા ચુડાસમાએ પોતાના ખેતરના શેઢે કેટલાક લોકોને જોતા અહી કેમ આવ્યા છો તેમ પૂછતા તેમના પર મૂળુજી ચુડાસમા, લાલુભા મૂળુજી, વિરભદ્રસિંહ મૂળુજી, નરેન્દ્રસિંહ મૂળુજીએ લાકડી, પાઈપથી હુમલો કરી ફ્રેકચર કરી નાખ્યું હતું.
આ ફરિયાદની સામે વીજ કંપનીના આસિ. લાઈનમેન સંજય જયંતિભાઈ ડાભીએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ રવિવારે રાત્રે સીમાણી કાલાવડ ગામમાં તેઓ વીજ ક્ષતિ રીપેર કરવા ગયા ત્યારે રાજેન્દ્રસિંહ નવુભા ચુડાસમાએ તેઓને માથામાં પથ્થર ઝીંકી દીધો હતો. રાજેન્દ્રસિંહને ખેતરના શેઢે ઉભા કરાયેલા બે થાંભલા ભાંગી નખાયા હોય તે થાંભલા ઉભા કરવા માટે તેનું કનેક્શન કાપવા માટે વાત કરાતા રાજેન્દ્રસિંહે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial