Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ફેંસલો ગ્રાહ્ય રાખ્યો હતોઃ
નવી દિલ્હી તા. ૧૮ઃ મોદી માનહાનિ કેસમા રાહુલ ગાંધીની અપીલની અરજી સુપ્રિમ કોર્ટે સ્વીકારી લીધી છે, અને આ અંગે તા. ર૧ જુલાઈ સુનાવણી થશે.
સુપ્રિમ કોર્ટે માનહાનિ કેસમાં તાત્કાલિક સુનાવણી માટે રાહુલ ગાંધીની અપીલ સ્વીકારી લીધી છે. કોર્ટ આ મામલે ર૧ જુલાઈએ સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં ૭ જુલાઈએ પોતાનો ચૂકાદો આપ્યો હતો અને રાહુલ ગાંધીની બે વર્ષની સજાને યથાવત્ રાખી હતી. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી વતી અરજન્ટ હિયરિંગની અપીલ કરી હતી.
માનહાનિ કેસમાં ર૩ માર્ચ ર૦ર૩ ના સુરતની સેસન્સ કોર્ટે રાહુલ ગાંધીને ર વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય પછી રાહુલે સાંસદ પદ ગુમાવ્યું હતું.
તા. ૭ જુલાઈએ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હેમંત પ્રચ્છકે કહ્યું હતું કે, રાહુલ વિરૃદ્ધ ઓછામાં ઓછા ૧૦ ક્રિમિનલ કેસ પેન્ડીંગ છે. આ કેસ ઉપરાંત તેની સામે અન્ય કેટલાક કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. એક અરજી વીર સાવરકરના પૌત્ર દ્વારા દાખલ કરવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં સજા અટકાવવી એ અન્યાય નથી. આ કેસમાં સજા યોગ્ય છે. રાહુલ ગાંધી એવા આધાર પર સજા પર રોક લગાવવાની માંગ કરી રહ્યા છે, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. સુરત કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાની જરૃર નથી. અરજી ફગાવી દેવામાં આવે છે.
રાહુલ ગાંધી સામે માનહાનિની ફરિયાદ દાખલ કરનાર ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ સુપ્રિમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે. તેમણે કોર્ટને અપીલ કરી છે કે મોદી અટક કેસમાં રાહુલના પક્ષની સાથે સાથે તેમની વાત પણ સાંભળવામાં આવે તે માટે અપીલ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial