Advertisement
Author: નોબત સમાચાર

વિપક્ષોના ગઈકાલની ડીનર ડિપ્લોમસીમાં શું ચર્ચાયું? મહાગઠબંધનનું નામ શું? અધ્યક્ષ કોણ?

પરસ્પર મતેભેદો ભૂલીને ભાજપ સામે લડવું પડશેઃ ખડગે

બેંગલુરૃ તા. ૧૮ઃ ગઈ રાત્રે યોજાયેલા વિપક્ષના રાત્રીભોજનમાં ક્યા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે ચર્ચા થઈ રહી છે. બેંગલુરૃમાં પાર્ટીના બે ડઝનથી વધુ નેતાઓ એકઠા થયા છે અને મોદી સરકાર વિરૃદ્ધ વ્યૂહરચના ઘડવાનું કામ ચાલી રહ્યું છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દિલ્હીમાં એનડીએ જુથ પણ મંથન માટે એકત્ર થઈ રહ્યું છે, આજે ખડગેએ કહ્યું હતું કે, વિપક્ષોએ પરસ્પર મતભેદો ભૂલીને લડવું પડશે.

ર૦ર૪ ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવા બેંગલુરૃમાં સંયુક્ત વિપક્ષની બેઠક ગઈકાલે સોમવારે અનૌપચારિક રાત્રિભોજન સાથે શરૃ થઈ હતી. હવે આજે રણનીતિ ઘડવામાં આવશે. વિપક્ષી નેતાઓના ડિનર દરમિયાન અનેક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ છે. જેમાં સમિતિની રચના, મહાગઠબંધનનું નામ અને મોટી રેલીને લઈને ચર્ચા થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય વ્યૂહરચના, ચૂંટણી પ્રચાર અને બેઠકોની સમજુતી પર સબ-કમિટી બનાવવા પર વિચાર કરવામાં આવ્યો છે.

જો કે, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૂચન કર્યું હતું કે, તેને પેટા સમિતિ નહીં, પરંતુ સંયુક્ત સમિતિ કહેવજી જોઈએ. જેના પર નીતિશ કુમારે જાટકણી કાઢી હતી. બિહારના સીએમએ કહ્યું કે, મમતાજી ફોર્મમાં આવી ગયા છે. ગત્ વખતે પણ તેમણે કહ્યું હતું કે, અમને વિપક્ષ ન કહેવામાં આવે. આ બેઠકમાં સમિતિની રચના ઉપરાંત વિપક્ષી ગઠબંધનનું નામ, સંયોજકનું નામ અને પ્રમુખ પદ પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે.

જો કે, સીટ વહેંચણીનો મુદ્દો હજુ આગળ વધ્યો નથી. ટૂંક સમયમાં સંયુક્ત વિપક્ષની એક મોટી રેલીનું પણ આયોજન કરવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ વિપક્ષી એક્તાના આ ગઠબંધનને શું નામ આવું જોઈએ તે અંગે કેટલાક સૂચનો પણ સામે આવ્યા છે. કોઈ વરિષ્ઠ નેતાએ તેને ઈન્ડિયન પેટ્રીયોટિક એલાયન્સ ગણાવ્યું છે, તો કોઈએ તેને મોરચો ગણાવવાની વાત કરી છે, જો કે અહીં પણ મમતા બેનર્જીએ સૂચન કર્યું છે અને કહ્યું છે કે, નામ ભલે ગમે તે હોય, પરંતુ તેમાં ફ્રનટ શબ્દનો ઉપયોગ ન કરો.

આ પહેલા ર૦૧૪, ર૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં હાર પછી હવે વિપક્ષ ર૦ર૪ માં એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. ર૩ જૂને પટનામાં નીતિશ કુમારના નેતૃત્વમાં પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં લગભગ ૧પ પક્ષોએ ભાગ લીધો હતો. હવે ૧૭-૧૮ જુલાઈના કોંગ્રેસના નેતૃત્વમાં બેંગલુરૃમાં બેઠક યોજાઈ રહી છે અને લગભગ ર૬ પક્ષો અહીં એકઠા થયા છે. સોમવારે બેંગલુરૃમાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, મહેબુબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા, અખિલેશ યાદવ અને અન્ય ઘણાં વિપક્ષો નેતાઓ હાજર રહ્યા હતાં. મંગળવારે યોજાનારી બેઠકમાં શરદ પવાર, સુપ્રિયા સુલે અને અન્ય મોટા વિપક્ષી નેતાઓ પણ જોડાયા છે.

વિપક્ષની સંયુક્ત બેઠક બેંગલુરૃમાં થઈ રહી છે, જ્યારે સત્તાધારી પક્ષ પણ દિલ્હીમાં એકત્ર થઈ રહ્યો છે. ભાજપે એનડીએની બેઠક બોલાવી છે જે દિલ્હીની અશોકા હોટલમાં યોજાવાની છે. તેમાં લગભગ ૩૮ પક્ષો ભાગ લે તેવી શક્યતા છે. જેપી નડ્ડાના કોલ પર ઘણાં નવા પક્ષો પણ એનડીએમાં જોડાયા છે. જેમાં ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી, ઓમપ્રકાશ રાજભર જેવા નામ સામેલ છે.

આ બન્ને બેઠકો પછી દેશમાં વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીનો માહોલ જામવા લાગશે, અને સરકારો, પક્ષો, ચૂંટણીપંચ અને તંત્રો પણ ચૂંટણીલક્ષી જરૃરી તૈયારીઓમાં લાગી જશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh