Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મનપા પાસે આંદોલન પર મૂકાયેલો પ્રતિબંધ પાછો ખેંચોઃ
જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગરપાલિકા કચેરીમાં ઉપવાસ, આંદોલન, ધરણાં, વગેરે ઉપર પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવાયો છે, અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ જાહેરનામું પાછું ખેંચવા માંગ કરી છે અને જરૃર પડ્યે કોર્ટમાં ન્યાય માંગવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની આગેવાનીમાં આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહાનગરપાલિકા કચેરીમાં આંદોલન, ધરણાં વગેરે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે લોકશાહીના ખૂન સમાન છે.
જામનગર મહાનગર પાલિકાના ઈતિહાસમાં આવું જાહેરનામું પ્રથમ વખત બહાર પાડવામાં આવ્યું છે જે બંધારણની વિરૃદ્ધ છે, કારણ કે લોકોને પોતાનો અવાજ રજૂ કરવાનો હક્ક અધિકાર છે, કારણ કે લોકો અનેક જાતના કરવેરા ભરપાઈ કરે છે અને પ્રાથમિક સુવિધા ન મળે તો રજૂઆત કરવા જાય ક્યાં?
વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ ભાજપના ઈશારે થઈ છે. આ જાહેરનામું પાછું ખેંચવું જોઈએ અન્યથા કોર્ટનો સહારો લેવામાં આવશે.
આ આવેદનપત્ર પાઠવતા સમયે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી, અસ્લમ ખીલજી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા અને આનંદ રાઠોડ, બસપાના કોર્પોરેટર રાહુલ બોરીયા તથા પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ વગેરે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial