Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છ દરોડામાં પંચોત્તેર બોટલ અને બીયરના અગિયાર ટીન મળ્યાઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના શંકરટેકરી વિસ્તારમાથી પોલીસે રિક્ષામાં લઈ જવાતી અંગ્રેજી શરાબની છત્રીસ બોટલ પકડી પાડી છે. શાંતિનગરમાં એક મકાનમાંથી શરાબની આઠ બોટલ અને બીયરના અગિયાર ટીન પકડાયા છે. મોડીરાત્રે હવાઈચોકમાં મોટરમાંથી ચોવીસ બોટલ ઝડપી લેવાઈ છે. અન્ય ત્રણ દરોડામાં ત્રણ શખ્સ સાત બોટલ સાથે પકડાયા છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં આવેલી ઈદ દરગાહ પાસેથી ગઈકાલે પસાર થતી એક રિક્ષામાં અંગ્રેજી શરાબનો જથ્થો લઈ જવાતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના જાવેદ વજગોર, ભીમશીભાઈ ડાંગરને મળતા ઈન્ચાર્જ પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી.
તે દરમિયાન ત્યાંથી જીજે-૧૦ ટીઝેડ ૯૩૦ નંબરની રિક્ષા પસાર થતાં તેને રોકાવી પોલીસે ચેક કરતા તે રિક્ષામાંથી અંગ્રેજી શરાબની ૩૬ બોટલ મળી આવી હતી. પોલીસે રૃા.૧૮ હજારની બોટલ, રૃપિયા દોઢ લાખની રિક્ષા કબજે કરી રિક્ષાના ચાલક ખોજાવાડમાં વારીયા મસ્જિદ પાસે રહેતા અકરમ ગફાર ઓડીયા ઉર્ફે અકુડાની ધરપકડ કરી છે.
જામનગરના ખંભાળિયા નાકા પાસેથી ગઈરાત્રે પસાર થતી જીજે-૧૦-એસી ૨૩૭૩ નંબરની મોટરને પોલીસે શકના આધારે રોકાવી ચેક કરતા તે મોટરમાંથી અંગ્રેજી શરાબની ચોવીસ બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે મચ્છર નગરમાં રહેતા યશપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ગડીયા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે શરાબ, મોટર મળી કુલ રૃા.૧ લાખ ૧ર હજારનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના શાંતિનગર વિસ્તારમાં આવેલા મંદિર સામે પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજા નામના શખ્સના મકાનમાં ગઈકાલે રાત્રે પોલીસે દરોડો પાડી તલાશી લેતાં ત્યાંથી શરાબની આઠ બોટલ તથા બીયરના અગિયાર ટીન મળી આવ્યા હતા. પોલીસે તે જથ્થો કબજે કર્યાે છે.
જામનગરના નવાગામ ઘેડમાં આવેલી મધુવન સોસાયટીમાંંથી ગઈકાલે જઈ રહેલા ભરત રવજીભાઈ પરમાર નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા તેના કબજામાંથી શરાબની બે બોટલ સાંપડી હતી. પોલીસે બોટલ કબજે કરી ભરતની ધરપકડ કરી છે.
કાલાવડના બાલંભડી નાકા પાસેથી ગઈકાલે સાંજે પસાર થતાં વિરાજ નીતિનભાઈ વાદી નામના શખ્સને રોકાવી પોલીસે ચેક કરતા આ શખ્સના કબજામાં રહેલી થેલીમાંથી શરાબની ચાર બોટલ નીકળી પડી હતી.
કાલાવડ નગરપાલિકા કચેરી પાસેથી ગઈકાલે બપોરે વિજય ચીમનભાઈ ગોહિલ નામનો શખ્સ વોડકાની બોટલ સાથે ઝડપાઈ ગયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial