Advertisement
Author: નોબત સમાચાર

આણદાબાવા આશ્રમમાંથી નીકળી ગયેલા તરૃણને એક દિવસમાં શોધી કાઢતી પોલીસ

પોતાની જાતે જ આશ્રમમાંથી નીકળી ગયાની કેફિયતઃ

જામનગર તા.૧૮ ઃ જામનગરના આણદાબાવા આશ્રમના અનાથાલયમાંથી એક તરૃણનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ કરાયા પછી તે તરૃણને ભાણવડ નજીકના ત્રણ પાટિયા પાસેથી પકડી લેવામાં આવ્યો છે. તેને જામનગર આશ્રમમાંથી દ્વારકા ખસેડવાની તજવીજ કરાતી હોય તેણે પોતાની જાતે જ આશ્રમમાંથી નીકળી જવાનું નક્કી કર્યાનું ખૂલ્યું છે. તેનો કબજો સોંપી આપવામાં આવ્યો છે.

જામનગરના લીમડાલેનમાં આવેલા આણદાબાવા આશ્રમના અનાથાલયમાંથી રવિવારે એક તરૃણનું અપહરણ થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી સિટી-બી ડિવિઝનના પીઆઈ એચ.પી. ઝાલા તથા સ્ટાફ દ્વારા શરૃ કરાયેલી તપાસમાં કલ્પેશ અઘારા, બલભદ્રસિંહને બાતમી મળી હતી કે, આ કિશોર ભાણવડ નજીકના પોરબંદર તરફના ધોરીમાર્ગ પર ત્રણ પાટિયા પાસે ઉભો છે.

તે બાતમીના આધારે પીએસઆઈ ડી.એસ. વાઢેરના વડપણ હેઠળ દોડી ગયેલી પોલીસ ટીમે ત્યાંથી આ કિશોરને અટકાયતમાં લઈ પૂછપરછ કરતા તે તરૃણ પોતાની જાતે જ આશ્રમમાંથી નીકળી ગયો હોવાની કેફિયત મળવા પામી છે.

આ કિશોરને જામનગરના આણદાબાવા અનાથાલયમાંથી દેવભૂમિ દ્વારકા સીફ્ટ કરવાની તજવીજ કરાતી હોય અને તે કિશોરને દ્વારકા જવું ન હોય તેણે કોઈને કહ્યા વગર આશ્રમમાંથી પોબારા ભણી લીધાનું ખૂલ્યું છે. જામનગર લાવી તે કિશોરનો કબજો તેના વાલીને સોંપાયો છે. આ કાર્યવાહીમાં સ્ટાફના મુકેશસિંહ રાણા, રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ, જયદીપસિંહ, પ્રદીપસિંહ, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સાથે રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh