Advertisement
Author: નોબત સમાચાર

રૃપેણ બંદરના યુવાન સાથે ઈન્સ્ટન્ટ લોનના નામે છેતરપિંડીમાં ત્રણ પકડાયા

ટ્રાન્સફર વોરંટથી મહિલા સહિત ત્રણ દ્વારકા ખસેડાયાઃ

જામનગર તા.૧૮ ઃ ઓખામંડળના રૃપેણ બંદર પર રહેતા એક યુવાનને ઈન્સ્ટન્ટ લોન આપતી એક એપના માધ્યમથી છેતરપિંડીનો ભોગ બનાવાયા પછી પોલીસમાં ફરિયાદ કરાતા એક આરોપીની ધરપકડ કરાઈ હતી. તે પછી દ્વારકા પોલીસે મહિલા સહિતના ત્રણ આરોપીને સુરતથી ઉપાડી લીધા છે. આ યુવાને રૃા.૩ હજારની લોન સામે રૃા.૬૧ હજાર ભરપાઈ કરવા પડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૃપેણ બંદર પર રહેતા એક યુવાને અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેને ક્રેડીટ નાઉ નામની એપ્લિકેશન પરથી ઈન્સ્ટન્ટ લોન આપવાના બહાને છેતરપિંડીનો ભોગ બનાવાયો હતો.

આ યુવાને પોતાના મોબાઈલમાં ઉપરોક્ત એપ ડાઉનલોડ કર્યા પછી તેને રૃા.૩ હજારની લોન આપવામાં આવી હતી અને બેંકમાં આ આસામીએ તપાસ કરતા રૃા.૧૮૦૦ જમા થયા હતા અને રૃા.૧ર૦૦ પ્રોસેસીંગ ફી પેટે કપાઈ ગયા હતા. તે પછી આ યુવાને રૃા.૩ હજાર ભરપાઈ કર્યા હતા અને લોન બંધ કરવાનું કહેતા તેના ફોટા એડીટ કરી જુદા જુદા નંબર પરથી મોકલવામાં આવ્યા હતા અને લોન નહીં ભરાય તો તે ફોટા સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી અપાઈ હતી.

તે ધમકીથી ડરી ગયેલા આ યુવાને રૃા.૬૧ હજાર ભરપાઈ કર્યા હતા અને તેની પોલીસમાં ફરિયાદ નોંધાવતા દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરૃ કરાઈ હતી. તપાસમાં રોશન વિજયપ્રસાદ સિંઘ નામના શખ્સની ધરપકડ કરાઈ હતી અને તેની પૂછપરછમાં અન્ય આરોપીના નામ ખૂલ્યા હતા. તે નામ મળી જતાં દ્વારકા પોલીસે  અભિષેક રવિન્દ્રપ્રસાદ સિંઘ, સૌરભરાજ ગજેન્દ્રકુમાર સિંઘ, મહંમદ જુહી મહંમદ ગઉસખાન નામના શખ્સોની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી ત્રણેય આરોપીને દ્વારકા ખસેડ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh