Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપા પ્રોપર્ટી ટેક્સમાં કરેલો ૪૦૦% જેટલો વધારો પાછો ખેંચેઃ ધવલ નંદા

કોેંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ૫ણ આપી

જામનગર તા. ૧૮ઃ જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ધવલ નંદાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, જામનગર મહાનગરપાલિકાના ઈતિહાસમાં કોમર્શિયલ પ્રોપર્ટીમાં ૪૦૦ ટકા જેટલો ટેકસનો વધારો કરેલ છે. જેના હિસાબે આ રીતે અચાનક જ એક સાથે કોમર્શિયલ પ્રોપર્ટીમાં મિલકતોમાં વધારો કરતા નાના વેપારીઓ, ઉદ્યોગકારો અને ઓફિસો ધરાવતા લોકો ઉપર આટલી મોટી રકમનો બોઝો આવતા તેઓની મુશ્કેલીઓમાં વધારો થયેલ છે અને આ જામનગર મહાનગર પાલિકાના નિર્ણયથી જામનગરની પ્રજા ઉપર ૪૦ થી પ૦ કરોડનો બોઝો આવે એવી શકયતા છે, અને આવી અમલવારીથી અને આવા ઠરાવથી કોમર્શિયલ મિલકતો, દુકાનો, ઓફિસો, કારખાના માટે રપ ચો.મિ. સુધીની મિલકતમાં ચો.મી. રૃા. ૮૦ના ગુણાંકમાં લેવાતો હતો. જે મર્યાદા કોર્પોરેશને દૂર કરી હવે રપ ચો.મી.ની ધંધાદારી મિલકત ચો.મિલકતના બીલમાં પ્રતિ ચોરસ મીટર રૃા. ૩ર ઉપરાંત એકને ૭પ લોકેશન ફેક્ટર રૃા. ૧ ઉપર ફેક્ટર રૃા. ૩ વપરાશી ફેક્ટર રૃા. ૧.૩૦ ભાડૂત માલિકી વપરાશ રૃા. ૧ છાપરાવાળું કે પાકું બાંધકામનું ફેક્ટર ગણતરીમાં લઈને આ અગાઉના રૃા. ૮૦ ચો.મી.ના ટેક્સના બદલે હવે સીધો વધુ ટેક્સ લેવાશે. આમ ર થી ૪ ગણો ટેક્સ ભરવો પડશે. જેથી જામનગર મહાનગર પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત કુંભકર્ણ જેવો ટેક્સ નાખીને પ્રજાને હેરાન અને પરેશાન કરવામાં આવે છે, અને આવા તોતિંગ ટેક્સથી પ્રજા ત્રાહિમામ થઈ જાય તેેમ છે. તેમણે જામનગર મહાનગરપાલિકા દ્વારા જો કોમર્શિયલ પ્રોપર્ટી ટેક્સમાં જે જંગી વધારો કરવામાં આવેલ, તે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની માંગણી કરી છે અને જો આ કોમર્શિયલ ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh