Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતીય મઝદૂર સંઘ દ્વારા
જામનગર તા. ૧૮ઃ ભારતીય મઝદૂર સંઘ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના અણઉકેલ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરવામાં આવી છે.
ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ અને અસંગઠીત કર્મચારીઓના પ્રભારી સહદેવસિંહ જાડેજાએ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાને આંગણવાડીના પદાધિકારીઓ સાથે રૃબરૃ મળી મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે યોગ્ય કરવા હૈયાધારણા આપવામાં આી હતી, પરંતુ નિકાલ ન આવતા તારીખ ૧૩ જુલાઈ ર૦ર૩ ના આંગણવાડી વર્કર તથા હેલ્પરોની મિટિંગ રાજકોટમાં મળેલ હતી, જેમાં આશરે રપ૦ બહેનો હાજર રહ્યા હતાં.
આ મિટિંગમાં પડતર પ્રશ્નો જેવા કે (૧) દર માસે ૧ થી ૭ તારીખ સુધીમાં બહેનોને પગાર તથા અન્ય બીલો, ઈન્સેન્ટીવ ચૂકવવામાં આવતું નથી. આ સમયસર અને નિયમિત મળે. (ર) સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ મોબાઈલ ઈન્સ્ટ્રુમેન્ટ અંગે તથા (૩) ઓનલાઈન વેરીફિકેશનના નામે થતી છેતરપિંડી-ફ્રોડ અટકાવવા, (૪) સ્થાનિક અધિકારીઓ દ્વારા મનમાની અને જબરદસ્તીથી નિયમ વિરૃદ્ધનું કોઈપણ જાતના લેખિત આપ્યા વગર મોબાઈલ પર હુકમ કરે છે. લેખિતમાં માંગવામાં આવે તો મેમો આપવો-નોકરીમાંથી છૂટા કરવાની ધમકી આપે છે. દિવસમાં ૧૦ વખત મોબાઈલમાં ફોટા મૂકવા દબાણ કરે છે. આવી કોઈ સૂચના નથી. તપાસમાં જવું નથી, પરંતુ ઓફિસમાં બેસી માત્ર હુકમ એ પણ મૌખિક હોય છે. આ તત્કાલિક બંધ કરવા અને જ્યાં જ્યાં જોહુકમી થતાં હોય તેવા અધિકારીઓ સામે પગલાં લેવા માંગણી કરેલ છે તથા નિવૃત્ત થયેલ બહેનોને હજી સુધી ગ્રેચ્યુટી ચૂકવવામાં આવી નથી.
શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં સુપરવાઈઝરની પ્રમોશન અંગે સિનિયોરિટી લિસ્ટ બધે જ તૈયાર કરાવેલ છે. તા. ૩૦-૪-ર૦ર૩ ના વિભાગે આપેલ માહિતી મુજબ કુલ કાયમી જગ્યા ૧૧ર૪, ભરેલ જગ્યા ૮૯૧, ખાલી જગ્યા રપ૦ છે. અમુક જગ્યાએ ઘણાં વર્ષોથી ભરતી-પ્રમોશન આપવામાં આવેલ નથી. રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં કુલ ૯ જગ્યા કાયમી છે. અત્યારે ભરેલ નથી, જગ્યા ખાલી છે. આવું જ અન્ય કોર્પોરેશનમાં પણ છે. જેથી પ્રમોશન અંગે નવા પરિપત્રમાં સુધારો કરવો, કારણ કે બહેનોને આર્થિક મુશ્કેલીઓ પડે છે અને ખોટી હેરાનગતિ અધિકારીઓ મૌખિક હુકમથી કરે છે.
કોઈપણ કામગીરી વિભાગે જે ૬ કામો કરવાનો પરિપત્ર બહાર પાડેલ છે તે સિવાયનું કામ હોય તો લેખિતમાં જ આપવા માંગણી કરવામાં આવી છે. બહેનો કામથી નહીં, પરંતુ અધિકારીઓના જોહુકમીથી થાકી ગયા છે. આ પડતર પ્રશ્નો અંગે નિરાકરણ કરવામાં નહીં આવે તો ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ અને ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી બહેનો દ્વારા આંદોલન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial