Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરજનોને મૂળ કિંમતે સર્વિસ ચાર્જ વગર થશે હોમ ડિલેવરી
જામનગર તા. ૧૮ઃ જામનગરના શહેરીજનોને હવે દૂધ પણ આંગળીના ટેરવે મળશે. માહીએ ઘેર બેઠા દૂધ મેળવવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી કોઇપણ વધારાના ચાર્જ વિના મૂળ કિંમતે દૂધ અને દૂધની પ્રોડકટ ઘેર બેઠા ઉપલબ્ધ બની શકશે.
જામનગર શહેરમાં દૂધ અને દૂધના વિવિધ ઉત્પાદનો હવે આંગળીના ટેરવે ઘરે બેઠા મળી શકશે! દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહીએ રાજકોટ શહેર બાદ હવે જામનગરના શહેરીજનોની સાનુકુળતાને ધ્યાને લઇને ઓનલાઇન દૂધ અને તેના ઉત્પાદનો ઉપલબ્ધ કરાવવા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. સંસ્થા દ્વારા આ એપ્લીકેશન લોન્ચ કરાતા જામનગરના શહેરી વિસ્તારના લોકોને હવે આંગળીના ટેરવે ઘરે બેઠા માહીના દૂધ, દહીં, ઘી, છાશ વગેરે ઉપલબ્ધ બન્યા છે.
ટેકનોલોજીએ આજે માનવ જીવનમાં અતૂટ સ્થાન લઇ લીધુ છે. તેમા પણ ખાસ કરીને સ્માર્ટ ફોને તો માનવીઓનું મોટા ભાગનું કાર્ય આંગળીના ટેરવે કરી દીધું છે. ટેકનોલોજીનો સમજપૂર્વકનો ઉપયોગ જીવનશૈલીને સરળ બનાવી આપે છે. આજે મોટા ભાગની કંપનીઓ ટેકનોલોજી આધારિત માર્કેટિંગનો ઉપયોગ કરતી થઇ છે ત્યારે રાજકોટ સ્થિત માહી મિલ્ક દ્વારા શહેરીજનોની સુવિધામાં વધારો કરી, ઓનલાઇન મિલ્ક એપ્લિકેશન લોન્ચ કરી, તેમને જરૃરિયાત મુજબના દૂધ અને તેના વિવિધ ઉત્પાદનો ઘરે બેઠા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
મિલ્ક ઓન મોબાઇલએ એક એવી સુવિધા જનક મોબાઇલ એપ્લિકેશન છે કે જે એન્ડ્રોઇડ મોબાઇલમાં ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગ્રાહકે તેની વ્યક્તિગત માહિતી ભરવાની રહે છે. ત્યારબાદ જેવી રીતે અન્ય વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરીએ છીએ તેવી જ રીતે માહી દૂધ તેમજ માહીના વિવિધ ઉત્પાદનોની ખરીદી મૂળ કિંમતે ગ્રાહક આ એપ્લિકેશન દ્વારા ઓર્ડર આપી કરી શકે છે.
આ અંગે કંપનીના ચીફ એકિઝકયુટિવ ડો. સંજય ગોવાણીએ જણાવ્યું હતું કે, લોકડાઉનના સમય દરમિયાન રાજકોટના શહેરીજનોને ઘરે બેઠા દૂધ ઉપલબ્ધ કરાવવા માટે આવેલા વિચાર બાદ આ અંગે તાત્કાલિક મિલ્ક ઓન મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરાવી અમલમાં મૂકી હતી. તેને રાજકોટના શહેરીજનોએ ભારે ઉમળકાથી વધાવી લીધી છે. રાજકોટમાં ભારે પ્રતિસાદ મળ્યા બાદ હવે આવી જ રીતે જામનગરના શહેરીજનોને સુવિધા પ્રદાન કરવાના હેતુથી આજે જામનગરમાંઆ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. એક તરફ વિટામિનની ઉણપથી લોકોમાં હાડકા અને સાંધાના રોગ વધી રહ્યા છેત્યારે સમગ્ર રાજ્યમાં માહી એ એક માત્ર સંસ્થા છે કે જેણે એફ.એસ.એસ.એ.આઇ.ની માર્ગદર્શિકાને ધ્યાને લઇને વિટામિન એ અને ડી યુકત દૂધ માર્કેટમાં રજૂ કરેલું છે જે હવે આ એપ્લિકેશન થકી શહેરીજનોને ઘરે બેઠા મળી શકશે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, માહીમાં જે સભ્ય પશુપાલકો દૂધ ભરે છે તેમના તમામ પશુઓને ટેગીંગ દ્વારા સાંકળી લેવામાં આવ્યા હોવાથી તમામ પશુઓના ટ્રેસીંગ થકી દૂધની ગુણવત્તાની ખાત્રી સુનિશ્વિત કરી શકાય છે.
મિલ્ક ઓન મોબાઇલ એપના શુભારંભ પ્રસંગે સેલ્સ હેડ શ્રી હર્ષદત્ત ચૌબે એ એપ્લીકેશનના કન્સેપ્ટ અંગે વિગત આપીને કેવી રીતે ઓર્ડર આપી શકાશે તેની માહિતી આપી હતી. આ પ્રસંગે સંસ્થાના મુખ્ય કાર્યપાલક ડો. સંજય ગોવાણી, સેલ્સ હેડ હર્ષદત્ત ચૌબે, પ્રોક્યોરમેન્ટ હેડ જ્ઞાનેન્દ્ર વર્મા, હિતેન્દ્ર કોટેચા, કૌશિક વડાલિયા, પુનિત પંડયા સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દૂધ ઉત્પાદકોની પોતાની સંસ્થા માહીએ રાજકોટ શહેર બાદ હવે જામનગર શહેરમાંલોકોની સુખાકારીને પ્રાધાન્ય આપી, કોઇપણ જાતના વધારાના ચાર્જ વગર વેંચાણ કિંમતે દૂધ, દહીં, ઘી, છાશ, શ્રીખંડ, લસ્સી, ફલેવર્ડ મિલ્ક વગેરે ઉત્પાદનો ઘર બેઠા ઉપલબ્ધ કરાવતા તેને લોકોનો બહોળો પ્રતિસાદ મળશે તેમાં શંકાને સ્થાન નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial