Advertisement
Author: નોબત સમાચાર

ગિરવે પડેલા દાગીના છોડાવવા માટે ચેઈન લૂંટવાના ઈરાદાથી કરાયેલી હત્યામાં આજીવન કેદ

ભાણવડના આંબરડીના શખ્સે બે વર્ષ પહેલા કરી હતી હત્યાઃ

જામનગર તા.૨ ઃ ભાણવડ તાલુકાના આંબરડી ગામના એક યુવાનનો સોનાનો ચેઈન મેળવી લેવાનો કારસો રચી એક શખ્સે બે વર્ષ પહેલા આ યુવાનને માથામાં કળશીયો ફટકારી, ગળાટૂંપો આપી હત્યા કરી નાખી હતી. પોતાના ગિરવે પડેલા સોનાના દાગીના છોડાવવા આ કૃત્યને તેણે અંજામ આપ્યો હતો. ઉપરોક્ત કેસમાં અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામમાં રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના યુવાન ગુમ થઈ જતાં તેમના પત્ની જશુબેને ગઈ તા.૨૦-૨-૨૧ના દિને તેની પોલીસમાં જાણ કરી હતી. પોલીસે આ યુવાનની શરૃ કરેલી તપાસમાં રાણાભાઈને ગળાટૂંપો આપી, તેમની હત્યા નિપજાવી આંબરડી ગામના એક અવાવરૃ કૂવામાં તેમના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હોવાની વિગતો પોલીસ સમક્ષ ખૂલી હતી.

તે દિશામાં પોલીસે હાથ ધરેલી તપાસ દરમિયાન આંબરડીના જ મગન ઉર્ફે મહેશ મનસુખભાઈ સાદીયા નામના શખ્સે હત્યાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે મગનની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યા મુજબ મગનના માતા તથા ભાભીએ સોનાના કેટલાક દાગીના પર લોન મેળવી હોય અને તે લોન ભરપાઈ કરી દાગીના છોડાવવા માટે મગન તજવીજ કરતો હતો. તે દરમિયાન રાણાભાઈ કાયમી ધોરણે પોતાના ગળામાં સોનાનો ચેઈન પહેરતા હોવાનું મગનના ધ્યાનમાં આવી જતાં તેણે આ ચેઈન લૂંટી લઈ તેમાંથી ઉપજેલી રકમમાંથી પોતાના દાગીના છોડાવવાનો કારસો રચ્યો હતો.

તે પછી રાણાભાઈને કોઈ રીતે પોતાના ઘરે લઈ જઈ મગન સાદીયાએ તેમના માથામાં કળશીયો ઝીંકી દીધો હતો અને તે પછી ગળાટૂંપો આપી રાણાભાઈની હત્યા કરી નાખી હતી અને સોનાનો ચેઈન કાઢી લીધો હતો. તે પછી મૃતદેહને કૂવામાં ફેંકી દીધાની કબૂલાત પણ મગન સાદીયાએ કરી હતી. પોલીસે આઈપીસી ૩૦૨, ૨૦૧, ૩૯૪ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. તે કેસ ખંભાળિયાની સેશનસ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપી મગન ઉર્ફે મહેશ મનસુખ સાદીયાને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદ, રૃા.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૯૪ના ગુન્હામાં દસ વર્ષની કેદ અને રૃા.૫ હજારનો દંડ, આઈપીસી ૨૦૧ના ગુન્હામાં સાત વર્ષની કેદ અને રૃા.૫ હજારનો દંડ ફટકાર્યાે છે. આ કેસમાં પી.પી. કમલેશ દવે રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh