Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળી કે જેને રંગોનો તહેવાર પણ માનવામાં આવે છે. ભારત સહિતના ઘણાં બધા દેશોમાં હોળી ઉત્સવ મનાવવામાં આવે છે. ફાગણ માસની શરૃઆતથી જ વૈષ્ણવ સંપ્રદાયની હવેલી, બેઠકજી તેમજ મંદિરોમાં ઘરોમાં હોલી ધમાલ રસીયાનું વૈષ્ણવો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ હોલી રસીયામાં ઠાકોરજીના પ્રિય રસીયા (ભજન) ગાવામાં આવે છે તેમજ રાસ રમવામાં આવે છે. ત્યાર પછી અબીલ-ગુલાલ અને પુષ્પો દ્વારા રસીયા ખેલવામાં આવે છે. રંગોનો તહેવાર કૃષ્ણને બહુ પ્રિય માનવામાં આવે છે. ફાગણ માસની શરૃઆત થતાં જ હવેલીમાં મહારાજશ્રીઓ દ્વારા ઠાકોરજીને રંગોથી ખેલાવવામાં આવે છે અને વૈષ્ણવોને પણ સેવાનો લાભ આપવામાં આવે છે. ગઈકાલે જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં બરોડાના મોટી હવેલીના પ.પૂ. શ્રી વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં હોલી ધમાલ રસીયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વૈષ્ણવોની ઉપસ્થિતીમાં હોલી ધમાલ રસીયા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભજન મંડળી દ્વારા (રસીયા) ગાવામાં આવ્યા હતાં. ત્યાર પછી વ્રજરાજકુમારજી સાથે સર્વે વૈષ્ણવોને ફૂલફાગ એટલે કે ફૂલ દ્વારા હોલી ખેલવામાં આવી હતી. વ્રજરાજકુમારજીએ પણ વૈષ્ણવોને ફૂલોથી હોલી ખેલાવી અને સૌને ધન્ય કર્યા હતાં. આ હોલી ધમાલ રસીયાનું આયોજન વલ્લભ યુથ ઓર્ગેનોઈઝેશન (વીવાયઓ) દ્વારા કરવામાં આવ્યું હતું. વીવાયઓના અધ્યક્ષ અને બરોડાની મોટી હવેલીના પ.પૂ. વ્રજરાજકુમારજીની આગ્યાથી જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, વીવાયઓ જામનગરના ભરતભાઈ કાનાબાર, ભાટીયાના નિલેશભાઈ કાનાણી સહિતની ટીમે આ હોલી ધમાલ રસીયાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. હોલી ધમાલ રસીયાનો લાભ અસંખ્ય વૈષ્ણવોએ લીધો હતો જે ઉપરોક્ત તસ્વીરમાં દૃશ્યમાન થાય છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag