Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરો૫ીએ સમારકામ વખતે પાસવર્ડ તથા મળેલી ચાવીનો કર્યાે ગેરઉપયોગઃ
જામનગર તા.૨ ઃ દ્વારકામાં બેેંક ઓફ બરોડાના મશીનમાં ચેડા કરી લાખોની રોકડની ચોરી થઈ ગયાની ફરિયાદના પગલે શરૃ થયેલી પોલીસ તપાસમાં મીઠાપુરના બે શખ્સ રૃા.૯ લાખની રોકડ સાથે ઝડપાઈ ગયા છે. આ શખ્સોએ ટેકનિકલ મેઈન્ટેનન્સનું કામ કરવા ઉપરાંત મશીનનો પાસવર્ડ જાણી લીધા પછી મશીનમાં ચાવી લગાવી પાસવર્ડ દાખલ કરી ચેડા કર્યા હતા અને રૃા.૯ લાખની રકમ સેરવી લીધી હતી. બંને શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
દ્વારકા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં મુકવામાં આવેલા એટીએમ મશીનમાં મંગળવારની રાત્રે કોઈ શખ્સોએ ચેડા કરી મશીનમાંથી રૃા.૯ લાખની રોકડ કાઢી ગયા હતા. જેની ગઈકાલે સવારે બેંક સ્ટાફને જાણ થયા પછી પોલીસને વાકેફ કરાતા પોલીસ કાફલો દોડ્યો હતો.
પોલીસે એટીએમ સેન્ટરમાં મૂકવામાં આવેલા સીસીટીવી ચેક કરતા તેમાં બે શખ્સ જીજે-૩૭-એચ ૪૦૮૯ નંબરના બાઈકમાં આવી સેન્ટરમાં ઘૂસ્યા પછી મશીનમાં ચાવી તથા પાસવર્ડ લગાડી રૃા.૯ લાખ રોકડા કાઢી જતાં જોવા મળ્યા હતા. પીઆઈ પી.એ. પરમાર, એલસીબી પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ બારસીયાના વડપણ હેઠળની ત્રણ ટૂકડી આ શખ્સોને શોધવામાં જોતરાઈ હતી. પોલીસે પોકેટ કોપ અને વિશ્વાસ પ્રોજેક્ટના સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા હતા.
તે પછી દ્વારકા તાલુકાના મીઠાપુરના પાર્થ હિમતભાઈ ભાયાણી, પારીતોષ જગદીશભાઈ ખરા નામના બે શખ્સ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરાતા આ શખ્સોએ ઉપરોક્ત ગુન્હાની કબૂલાત આપી મુદ્દામાલના રૃા.૯ લાખ કાઢી આપ્યા હતા. મુદ્દામાલ ઝબ્બે લઈ દ્વારકા પોલીસે બંને શખ્સની આઈપીસી ૩૮૧, ૧૧૪ હેઠળ ધરપકડ કરી છે.
ઉપરોક્ત ડીટેક્શન પછી જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયે દ્વારકા જિલ્લામાં આવેલી તમામ બેંકોને સાવચેતી રાખવા અને મશીનની ચાવી બેંકના કાયમી કર્મચારી સિવાય અન્યને ન આપવા અને પાસવર્ડ ગુપ્ત રાખવા અનુરોધ કર્યાે છે. બીઓબીની ઉપરોક્ત શાખામાં ટેકનિકલ મેઈન્ટેનન્સ અને એટીએમ મશીનમાં રોકડ ડિપોઝિટ કરતી વખતે ટેકનિકલ સપોર્ટનું કામ કરતા કર્મચારી પાસે મશીનની ચાવી હતી અને તેના પાસવર્ડની તેને જાણ હતી તેના આધારે આ શખ્સે પોતાના સાગરિતને સાથે રાખી ઉપરોક્ત ચોરીને અંજામ આપ્યો હોય, આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે બેંકોએ તકેદારી રાખવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag