Advertisement
Author: નોબત સમાચાર

કનસુમરા પાસે આઈઓજીની પાઈપલાઈનમાં લીકેજ

વિવિધ તંત્રોની દોડધામ પછી મોકડ્રીલ હોવાનું કરાયું જાહેરઃ

જામનગરના કનસુમરા પાટિયા પાસે આજે સવારે ઈન્ડિયન ઓઈલની પસાર થતી હાઈડ્રો કાર્બન પાઈપલાઈનમાં લીકેજ થયા પછી આગ ભભૂક્યાની જાણ ફાયરબ્રિગેડ વગેરેને કરવામાં આવતા ફાયરની ટીમ તથા આઈઓસીએલ અને ગેઈલની ટીમ ધસી ગઈ હતી. ત્યાં કરવામાં આવેલી કામગીરીના અંતે મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું. આકસ્મિક ગેસ લીકેજ અને ઓઈલ બ્રેકીંગના કારણે આઈઓસીના કર્મચારી અને સ્થાનિક લોકો ફસાયા છે તેવી ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેના પગલે ૧૦૮ને પણ દોડાવવામાં આવી હતી. તેમાં કેટલાક ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની તજવીજ કરાઈ હતી. મોકડ્રીલમાં પ્રાંત અધિકારી બી.ડી. શાહ, મામલતદાર માંકડીયા, ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્યના આસી. ડીરેક્ટર કે. રાવલ, આઈઓસીના લલીત રાઠોડ તેમજ પીજીવીસીએલના અધિકારીઓ, જિલ્લા હોમગાર્ડઝ સદસ્યો જોડાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh