Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માસ્ટર શેફ તથા શોર્ટ ફિલ્મ કોમ્પિટીશનનું આયોજનઃ
જામનગર તા. ૧ઃ જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્ત્વનો દરજ્જો ધરાવતી સંસ્થા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ દ્વારા આયુર્વેદ હેલ્થ એક્સ્પો-ર૦ર૩ અંતર્ગત નેશનલ લેવલની બે સ્પર્ધાઓ યોજવામાં આવી છે. જેમાં કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે. એક 'નેશનલ માસ્ટર શેફ કોમ્પિટીશન' અને બીજી 'નેશનલ શોર્ટ ફિલ્મ કોમ્પિટીશન' યોજવામાં આવી રહી છે.
માસ્ટર શેફ કોમ્પિટીશનમાં કુલ પાંચ કેટેગરીમાં સ્પર્ધા રહેશે. (૧) ક્લાસિકલ આયુર્વેદિક રેસિપી, (ર) ટ્રેડિશનલ રેસિપી, (૩) સ્વીટ્સ, (૪) બેવરેજીસ, (પ) ફાયરલેસ રેસિપી. જેમાં વિવિધ આઠ પ્રકારના દૃષ્ટિકોણથી મૂલવવામાં આવશે. પ્રત્યેક કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવશે જેમાં અનુક્રમે પ૦૦૦, ૩૦૦૦ અને ર૦૦૦ ઈનામ આપવામાં આવશે.
બીજી સ્પર્ધા નેશનલ લેવલ 'શોર્ટ ફિલમ કોમ્પિટીશન' રહેશે જેમાં કુલ પાંચ પરકારની થીમ રહેશે. (૧) પ્રવર્તમાન સમયમાં વિરૃદ્ધ આહાર, (ર) માનસિક સ્વાસ્થ્ય માટે આયુર્વેદ, (૩) આરોગ્ય જાળવણીમાં મિલેટ્સની ભૂમિકા, (૪) તંદુરસ્ત બાળપણ માટે આયુર્વેદ આહાર, (પ) પ્રકૃતિ અનુસાર વિવિધ આહાર.
જેમાં શ્રેષ્ઠ પ્રદર્શનમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવશે જેમાં અનુક્રમે પ૦૦૦, ૩૦૦૦ અને ર૦૦૦ ઈનામ આપવામાં આવશે. સ્પર્ધા માટેના નિયમો, સમય અવધિ, રજિસ્ટ્રેશન અને અન્ય સંપૂર્ણ વિગતો આઈ.ટી.આર.એ.ની વેબસાઈટ ુુુ.દ્ઘંટ્ઠિ.ટ્ઠષ્ઠ.ૈહ પરથી મેળવી શકશે તેમ આઈટીઆરએના ડો. અનુપ ઠાકરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag