Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગામના સરપંચની રજુઆતઃ
વાડીનાર તા. ૨ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા નજીકના વાડીનાર સ્થિત દીનદયાળ પોર્ટની મબલખ આવક છતાં સી.આર.એસ. ફંડમાંથી સ્થાનિક કક્ષાએ વિકાસ કામો નહીં થતા હોવાથી ગામના સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે. વર્ષોથી વાડીનારમાં દીનદયાળ પોર્ટ કાર્યરત છે. પોર્ટની ચોખ્ખી આવકમાંથી બે ટકા રકમ સીઆરએસ ફંડ તરીકે જાહેર કરી તેમાંથી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો કરવાના રહે છે. આમ છતાં વર્ષોથી આવી કોઈ રકમ પોર્ટ દ્વારા વાડીનારમાં ખર્ચ કરવામાં આવી નથી.
ગામના સરપંચ હીનાબા વિજયસિંહ જાડેજાએ વાડીનાર પોર્ટના સત્તાવાળાઓને પત્ર પાઠવી રજુઆત કરી છે કે સીઆરએસ ફંડમાંથી વીજળીના બે ટાવર, કોમ્યુનિટી હોલ, સ્મશાન ભૂમિમાં કમ્પાઉન્ડ વોલ, ગટર, પેવર બ્લોક, રસ્તા, શાળા અને હોસ્પિટલ માટેની સુવિધા આપવી જોઈએ.