Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરાબની દસ બોટલ સાથે ત્રણ શખ્સ ઝડપાયાઃ
જામનગર તા.૨ ઃ જામનગરના હાપા રોડ પર નાગમતી ભવન પાસેથી એક શખ્સ શરાબની પાંચ બોટલ સાથે પકડાઈ ગયો છે. જ્યારે એક્ટિવામાં પાંચ બોટલ સાથે જઈ રહેલા બેની ધરપકડ કરાઈ છે. ઉપરાંત ધ્રોલની ખારવા ચોકડી પાસેથી એક પરપ્રાંતિય શખ્સ અંગ્રેજી શરાબની ઓગણસાંઈઠ બોટલ સાથે મળી આવ્યો છે.
જામનગરના હાપા રોડ પર આવેલા નાગમતી ભવન આવાસ પાછળના રોડ પરથી ગઈકાલે બપોરે પસાર થતાં રવિ પ્રફુલ્લભાઈ કુબાવત નામના નાગમતી આવાસમાં રહેતા શખ્સને પોલીસે રોકાવી તેની તલાશી લેતાં આ શખ્સના કબજામાંથી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. આ બોટલ જાવિદ નામના શખ્સે આપ્યાની રવિએ કબૂલાત આપતા જાવિદની પણ શોધ હાથ ધરાઈ છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર હોલી-ડે વોટર પાર્ક નજીકથી ગઈકાલે રાત્રે પસાર થયેલા જીજે-૧૦-ક્યુ ૯૩૫૯ નંબરના એક્ટિવા સ્કૂટરને રોકાવી પોલીસે તેના ચાલક ઈન્દિરા સોસાયટી નજીકની મધુવન સોસાયટીમાં રહેતા યોગેશ હરીશભાઈ ભરડવા તથા માસ્તર સોસાયટીવાળા રમેશ જોગસવાની તલાશી લેતા આ શખસોના કબજામાંથી પણ શરાબની પાંચ બોટલ મળી હતી. ધ્રાગધ્રાના વ્રજપરના અજય રાજપૂતે બોટલ આપ્યાની કબૂલાત કરવામાં આવી છે.
ધ્રોલની ખારવા ચોકડી પાસેથી ગઈકાલે સાંજે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં પડધરીના ખાખરા બેલા ગામમાં મજૂરીકામ કરતા રાકેશ બીરીયાભાઈ મેહડા નામના શખ્સને પોલીસે રોકી લીધો હતો. આ શખ્સના કબજામાંથી અંગ્રેજી શરાબની પ્લાસ્ટિકની ૫૯ બોટલ મળી આવી હતી. પોલીસે બોટલ તથા એક મોબાઈલ સાથે આરોપી રાકેશની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag