Advertisement
Author: નોબત સમાચાર

એટ્રોસિટી, ખંડણી સહિતના છ ગુન્હામાં સંડોવાયેલા આરોપીની પાસામાં ધરપકડ

મીઠાપુરના શખ્સને વડોદરા જેલમાં મોકલાયોઃ

જામનગર તા.ર ઃ ઓખા મંડળના આરંભડામાં એક શખ્સ સામે બે વર્ષમાં મારામારી, ધમકી સહિતના છ ગુન્હા નોંધાયા પછી એલસીબીએ તેની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. આ શખ્સને પાસામાં વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડામાં વસવાટ કરતા મહિપતસિંહ રણમલભા કેર ઉર્ફે કાયડી નામના શખ્સ સામે છેલ્લા બે વર્ષમાં મીઠાપુર પોલીસ સ્ટેશનમાં જ હુમલા, ધમકી સહિતના છ ગુન્હા રજીસ્ટર થયા હતા.

આ શખ્સ સામે દ્વારકા એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલની સુચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારીએ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી. તેના પર મંજૂરીની મ્હોર મારવામાં આવતા આ શખ્સને અટકાયતમાં લઈ વડોદરાની જેલમાં ધકેલી દેવાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh