Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૪ મી માર્ચથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થશેઃ
જામનગર તા. રઃ ધો. ૧૦ અને ધો. ૧ર (સામાન્ય, વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા આગામી તા. ૧૪ માર્ચથી શરૃ થનાર છે. જામનગર જિલ્લામાં ર૯૮પ૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ માટે જરુરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ધો. ૧૦, ૧ર ની ગુજરાત બોર્ડની પરીક્ષાનો ૧૪ મી માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ માટે જિલ્લા વહીવટી અને શિક્ષણમંત્રી દ્વારા જરૃરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગરમાં ધો. ૧૦ માં ૧૭૩૭૪ ધો. ૧ર (સામાન્ય પ્રવાહ)માં ૧૦૬૬૩ અને ધો. ૧ર (વિજ્ઞાન પ્રવાહ)માં ૧૮૪૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ માટે ૯૮ કેન્દ્રમાં ૯૭૮ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ધો. ૧૦ ના ૧૭૩૭૪ વિદ્યાર્થીઓ માટે નવ કેન્દ્ર અને પ૬ પરીક્ષા સ્થળોએ પ૩ર બ્લોક, ધો. ૧ર (સા.પ્ર.)ની પરીક્ષા માટે ૧૦૬૬૩ વિદ્યાર્થીઓ માટે ૬ કેન્દ્ર અને ૩૩ સ્થળોએ ૩૪પ બ્લોક તથા ધો. ૧ર (વિ.પ્ર)ના ૧૮૧૪ વિદ્યાર્થીઓ માટે બે કેન્દ્રમાં ૯ સ્થળોએ ૯૧ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જામનગર જિલ્લા શિક્ષણધિકારી મધુબેન ભટ્ટની સીધી દેખરેખ હેઠળ તમામ પરીક્ષાઓ લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag