Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આશા સમિતિ અને અન્ય મુદ્દાઓ વિષે ચર્ચા-વિચારણાઃ
જામનગર તા. રઃ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના સભાખંડમાં ગવર્નિં બોડી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેલેરિયા કાર્યક્રમ, ટીબી કાર્યક્રમ, ઈમ્યુનાઈઝેશન કાર્યક્રમ, આશા સમિતિ અને અન્ય મુદ્દાઓ વિષે સમિતિના સદસ્યશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં સમિતિના સદસ્યોએ જણાવ્યું હતું કે, આર.સી.એચ. કાર્યક્રમ હેઠળ સગર્ભા નોંધણી ૧૦૧ ટકા, ધનુર રસીકરણ ૮પ ટકા, પ્રસુતિ નોંધણી, ૯પ ટકા અને બીસીજી રસીકરણ ૯પ ટકા કરવામાં આવ્યું છે. ટી.બી. કાર્યક્રમ હેઠળ સકસેસ રેટ ૮૯ ટકા જોવા મળ્યો છે. જિલ્લામાં ૭૮૦ આશા બહેનોની જગ્યા મંજુર થયેલી છે. જેમાંથી ૭ર૬ આશા બહેનોની ભરતી કરવામાં આવે છે. તેમજ અન્ય આશા બહેનોની પણ ભરતી કરવામાં આવશે અને તેમને તાલીમ અપાશે. બિન-સંચારી રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ૩૦ વર્ષથી વધુ વયજૂથના ૮૭ ટકા લાભાર્થીઓના નોંધણી ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લાના ચાર પ્રાથમિક કેન્દ્રો લાલપુર, જામજોધપુર, ધૂતારપર અને જાંબુડાને લક્ષ્ય નેશનલ લેવલ કાર્યક્રમમાં સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે.
ઉપરોકત બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હારૃન ભાયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન. કિન્નર, જિલ્લા બાળ અને પ્રજનન અધિકારી ડો. નૂપુર પ્રસાદ, જી.જી. હોસ્પિટલના અધિક્ષક ડો. દિપક તિવારી, જિલ્લા આરોગ્ય પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર યજ્ઞેશ પારેચા, નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી આર.એન. વાડી તેમજ સમિતિના અન્ય સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag