Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતા-પુત્રએ વૃદ્ધને પાઈપ ફટકાર્યાેઃ
જામનગર તા.૨ ઃ જામનગરના ધરારનગર-૧માં રાત્રે બાઝી રહેલા ખુટીયાઓ વધુ ઉશ્કેરાઈ તે રીતે દેકારો કરી ત્રણ શખ્સ તોફાન કરતા હોય તેને એક યુવાને ટપારતા આ યુવાનને ધારિયું-પાઈપ ઝીંકી ત્રણેય શખ્સે ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે પોતાના ઘર પાસે બેસેલા એક વૃદ્ધને માતા-પુત્રએ પાઈપ ફટકાર્યાે હતો.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા ઈમરાનભાઈ મામદભાઈ મકરાણી નામના ટ્રક ડ્રાઈવર મંગળવારે રાત્રે પોતાના ઘર તરફ જતાં હતા ત્યારે શેરીમાં બે ખુટીયા વચ્ચે જંગ થઈ રહ્યો હતો. આ વેળાએ ત્યાં અહેમદ સતાર, રઝાક અલારખા તથા અહેમદનો ભાઈ તોફાન કરતા હતા અને તેથી ખુટીયા વધુ આક્રમક બનતા હતા તે જોઈ ઈમરાનભાઈએ આ શખ્સોને દેકારો કરવાની ના પાડી હતી.
આથી ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઈ જઈને ધારીયા, પાઈપ વડે હુમલો કરી ઈમરાનભાઈને માર માર્યાે હતો. આ વેળાએ વચ્ચે પડનાર ઈમરાનભાઈના નાનાભાઈને પણ પાઈપ ઝીંકવામાં આવ્યો હતો. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાંથી તેણે ત્રણેય શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના જવાહર નગરમાં રહેતા મહંમદ અલીભાઈ મલેક નામના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે આમીન રહીમ સંધી અને તેના માતા ઝરીનાબેન આવ્યા હતા અને અહીં કેમ બેઠો છો તેમ કહી આ વ્યક્તિઓએ મહંમદભાઈ પર પાઈપથી હુમલો કરી હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. પોલીસે માતા-પુત્ર સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag