Advertisement
Author: નોબત સમાચાર

જામનગર-દ્વારકા રોડ પર પદયાત્રીઓ ઉભરાયાઃ ઠેર-ઠેર સેવા કેમ્પ ઊભા કરાયા

અનેક સેવાભાવી લોકો પોતાના વાહનો લઈને સેવામાં જોડાયાઃ

ખંભાળિયા તા. રઃ જામનગર-દ્વારકા રોડ પર ઠેર ઠેર પદયાત્રીઓના સમૂહ ઉમટ્યા છે અને ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરાયાછે.

આગામી ફૂલડોલ ઉત્સવમાં દ્વારકા જવા નીકળેલા પદયાત્રીઓ હવે ઉત્સવ નજીક આવતા હજારોની સંખ્યામાં ટોળેટોળા દર્શને જવા ઉમટતા સમગ્ર રોડ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. જામનગર બાય પાસથી છેક દ્વારકા રોડ સુધી કેમ્પોનું આયોજન થયેલું છે તે એટલું અદ્ભુત રીતે છે કે થોડું ચાલે ત્યાં પદયાત્રીનો સેવા કેમ્પ આવે જ્યાં તેને જરૃરત મુજબ વસ્તુઓ મળી શકે, તો આરામ કરી શકે. ચા-પાણી, ભોજન કરી શકે.

પડણા-મેઘપરરોડ પાસે એકસાથે બે કિલોમીટરમાં સાત-આઠ સેવા કેમ્પો છે જ્યાં વિશાળ સેવાકેમ્પો પર ભાવિકો ઉમટે છે, તો અત્યંત આધુનિક સુવિધા સાથેના રિલાયન્સ કંપનીનો સેવા કેમ્પ જ્યાં તમામ પ્રકારની સુવિધા સાથે સંડાસ-બાથરુમની પણ સવલત ઉપલબ્ધ છે, તો સારવાર માટે ડોક્ટરોની પણ વ્યવસ્થા છે, તો ખંભાળિયા નજીક આરાધનાધામ પાસે દ્વારકા જિલ્લા પોલીસના સેવા કેમ્પમાં મસાજ માટે વાઈબ્રેટર મશીનની સેવા પદયાત્રીઓમાં ખૂબ લોકપ્રિય બની છે. ગઈકાલે દાંતા સેવા કેમ્પમાં પણ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતાં.

અનેક સેવાભાવી પોતાની ગાડી, જીપ, ટ્રેક્ટરમાં શેરડીનો રસ, છાસ, સરબત, ઠંડા  પીણા, પાણીની બોટલ, લચ્છી, સૂકા મેવો, વેફર, બિસ્કિટ પેકેટ, ફળો લઈને રસ્તા પર ઉતરી જાય અને પદયાત્રી નીકળે તેમની સેવા કરે છે. અનેક સેવાભાવી પરિવારો સાથે આ સેવામાં જોડાયા હતાં. તેથી પદયાત્રીઓના પ્રવાહ સાથે જાણે સેવાની સુનામી આવી હોય તેવા દૃશ્યો ખડા થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh