Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોંઘવારીનો મારઃ ગૃહિણીઓ લાલઘૂમ 'બસ કરો સરકાર'
નવી દિલ્હી તા. રઃ ગેસના ભાવમાં ગઈકાલે ઝીંકાયેલા વધારાથી જનતા ત્રાહિમામ્ છે, જ્યારે ઘરેલુ બજેટ ખોરવાઈ જતાં ગૃહિણીઓ લાલઘૂમ છે. ગેસના ભાવો વધતા ઘરેલુ બજેટ તો ખોરવાઈ જ જાય, પરંતુ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબાઓ તથા અલ્પાહાર ગૃહો સુધી તેની અસર પહોંચી જતી હોય છે, અને ગરીબોની ભોજનની થાળી જ નહીં, પરંતુ ચા-નાસ્તો કે રેસ્ટોરન્ટમાં ભોજનના ભાવ પણ વધી જાય છે.
કોમર્શિયલ ગેસના સિલિન્ડરમાં રૃા. ૩પ૦ જેવો ભાવવધારો થતાં તેની સીધી અસર પણ આ રીતે સામાન્ય જનતાને થતી હોય છે. ઘરેલુ ગેસમાં એકસાથે આટલો વધારો ઝીંકી દેવાતા ગેસનો ઉપયોગ કરવો દહિયલો બની રહ્યો છે, અને કેરેસીન મળતું નથી, તો કોલસા પણ મોંઘા છે, ત્યારે હવે ફરીથી ભાજપની સરકાર લોકોને ૧૮ મી સદી તરફ લઈ જશે, અને ફરીથી લોકોએ છાણાં-લાકડાના ચૂલા સળગાવવા પડશે, તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, જો કે હવે તો છાણાં અને લાકડા પણ એટલા સસ્તા નથી, તેથી બધી રીતે સામાન્ય જનતાનો મરો છે, પણ લોકોનો ભલે મરો થાય, બસ, સરકારની તિજોરી ભરો...!
વારંવાર ભાવ વધારો થયો છે, અને લગભગ દસ-બાર મહિનામાં ચાર વખત ભાવવધારો ઝીંકાયો છે, તેથી સરકારી ઓઈલ એજન્સીઓ ઉંદરની જેમ ફૂંકી ફૂંકીને કરડી રહી છે, અથવા લોકોના ગજવા કાપી રહી છે, તેવી ટીકા થઈ રહી છે. આ દરમિયાન રાંધણગેસનો બાટલો ધીમે ધીમે ૧૧૦૦ ને વટાવી ગયો છે અને એક વર્ષમાં બસ્સો રૃપિયાથી વધુ ભાવવધારો ઝીંકી દેવાયો તેથી ગૃહિણીઓ હેરાન-પરેશાન થઈ રહી છે. બે વર્ષ પહેલા એટલે કે વર્ષ ર૦૧૯ માં જે ભાવો હતાં તેનાથી અત્યારે રાંધણ ગેસ તથા કોમર્શિયલ ગેસના ભાવો લગભગ ડબલ થઈ ગયા છે, તેથી સામાન્ય જનતા ત્રાહિમામ્ પોકારી રહી છે.
આ ભાવવધારા પછી કોંગ્રેસે તીખા પ્રતિભાવો આપ્યા છે, અને કહ્યું છે કે, વર્ષ ર૦ર૪ માં જનાદેશ મળશે અને કેન્દ્રમાં કોંગ્રેસનું શાસન આવશે, ત્યારે દેશભરમાં લોકોને એલપીજી સિલિન્ડર રૃા. પ૦૦ થી ઓછા ભાવે મળશે અને આ ઉઘાડી લૂંટ બંધ થશે.
અન્ય રાજકીય પક્ષો તથા જનતામાંથી પણ ગઈકાલે ઝીંકાયેલા ભાવવધારા સામે આકરા પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે. મોંઘવારીનો માર પડી રહ્યો છે, પણ અત્યારે તો જનતા લાચારી અનુભવી રહી છે, અને કહી રહી છે કે, હવે બસ કરો... બસ કરો... સરકાર!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag