Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાની રાફુદળના યુવાન મોતને ભેટ્યાઃ
જામનગર તા.૨ ઃ લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામના એક યુવાન અઢી મહિના પહેલા રીંઝપર ગામના એક ખેતરમાં ટ્રાન્સફોર્મરમાં સર્વિસ વાયર બદલતા હતા ત્યારે તેઓને જોરદાર વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.
લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ઈલેકટ્રીક કામ કરી રોજગાર મેળવતા યોગેશભાઈ વેલજીભાઈ સોનગરા નામના પચ્ચીસ વર્ષના યુવાન ગઈ તા.ર ડિસેમ્બરની સાંજે લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં આવેલા કારાભાઈ પાલાભાઈ વસરા નામના ખેડૂતના ખેતરમાં મૂકવામાં આવેલા ટ્રાન્સફોર્મરમાં સર્વિસ વાયર બદલવા માટે ગયા હતા.
ત્યાં કામ કરતી વખતે અચાનક જ યોગેશભાઈને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. કોઈપણ પ્રકારની સેફ્ટી કે સાધનો સાથે રાખ્યા વગર ટ્રાન્સફોર્મરમાં કામ કરી રહેલા આ યુવાન પટકાઈ પડ્યા હતા. ઈજા પામેલા યોગેશભાઈનું મૃત્યુ નિપજ્યાનું નાની રાફુદળ ગામના જીવરાજ શાંતિભાઈ સોનગરાએ પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે અપમૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag