Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આચાર્ય સંઘનું અધિવેશન તા. ૩ થી પ માર્ચ સુધી સાસણગીરમાં યોજાશે

કેબિનેટ અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રીઓ-ધારાસભ્યો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં

ખંભાળીયા તા. રઃ તા. ૩ થી પ માર્ચ સુધી શિક્ષણમંત્રીઓની ઉપસ્થિતિમાં ગીર સોમનાથના ભોજદે સાસણગીરમાં રાજ્ય આચાર્ય સંઘનું પ૧મું શૈક્ષણિક વહીવટી અધિવેશન યોજાશે.

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું પ૧મું શૈક્ષણિક તથા વહીવટી અધિવેશન તા. ૩-૪-પ માર્ચ ભોજદે સાસણગીરમાં ગીર સોમનાથમાં યોજાનાર છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના આચાર્યો ઉપસ્થિત રહેશે. તા. ૩-૩-ર૩ ના રજીસ્ટ્રેશન થશે તથા ૪-૩-ર૩ ના સવારે ઉદ્ઘાટન સત્ર શરૃ થશે જેના અધ્યક્ષ તરીકે શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર રહેશે તથા ઉદ્ઘાટન શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા કરશે.

સ્વામી ધર્મબંધુજી અને ધારાસભ્યો ડો. હર્ષદ પટેલ, કમલેશ પટેલ, ધવલસિંહ ઝાલા, મા.શિ. બોર્ડ સદસ્ય ડો. પ્રિયવદન કોરાટ તથા નવનીત એજ્યુકેશન લિ. ના જોઈન્ટ એમ.ડી. રાજુભાઈ ઉપસ્થિત રહેશે. રાત્રે મણીયારો રાસ તથા આદિવાસી ધમાલ નૃત્ય રજુ થશે.

તા. પ-૩-ર૩ ના દ્વિતીય બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનજી બારડની અધ્યક્ષતામાં સત્ર મળશે જેમાં મુખ્ય મહેમાન ડો. મોહન રામ, મનીષકુમાર બંસલ, સચિવ એન.જી.વ્યાસ તથા વિવિધ સંઘોના અગ્રણીઓ તથા બોર્ડ સદસ્યો અને યુનિવર્સિટીના હોદ્દેદારો મનુભાઈ રાવલ, ભાવિનભાઈ ભટ્ટ, દિપકભાઈ પટેલ, કિશોરભાઈ ડાંગર, ડો. બારોટ, ડો. પવન ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં જામનગર શહેર, જિલ્લો તથા દ્વારકા જિલ્લાના હોદ્દેદારો, આચાર્યો પણ જશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh