Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૬ થી ૩૦ માર્ચ દરમ્યાન
જામનગર તા. ૨ઃ ગુજરાતમાં આગામી તા. ૧૪ માર્ચથી ૨૯ માર્ચ દરમ્યાન ધો. ૧૦ તેમજ ધો. ૧૨ (સામાન્ય પ્રવાહ-વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાના સમય દરમ્યાન વિદ્યાર્થીઓ અને વાલીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે, વિદ્યાર્થીઓમાં પરીક્ષા અંગેનો ભય દૂર થાય, વિદ્યાર્થીઓ મુક્ત અને કોઈપણ પ્રકારની ચિંતા વગર પરીક્ષા આપી શકે તેમજ વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે તે હેતુસર જામનગર જિલ્લામાં હેલ્પલાઈન સેન્ટરો શરૃ કરવામાં આવનાર છે. આગામી તા. ૬ માર્ચથી તા. ૩૦ માર્ચ સુધી સવારના ૧૦ થી સાંજે ૬ઃ૩૦ કલાક સુધી ૨૦ જેટલા હેલ્પલાઈન સેન્ટરો કાર્યરત રહેશે.
વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ માર્ગદર્શન અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સર્વશ્રી એમ.એસ. લાડાણી કંટ્રોલ રૃમના અધિકારી (૦૨૮૮ ૨૫૫૩૩૨૧), એમ.ટી. વ્યાસ (૯૮૨૪૫ ૧૮૧૯૯), કમલેશભાઈ શુકલ (૯૯૧૩૭૦૧૭૭૧), કેશુભાઈ ઘેટીયા (૯૪૨૭૭ ૭૪૧૭૩), પ્રવિણભાઈ સુરેજા (૯૮૯૮૮ ૪૭૦૯૬), કમલેશભાઈ વિસાણી (૭૬૯૮૦ ૯૪૧૪૨), વિજયાબેન બોડા (૯૪૨૬૯ ૭૯૯૯૨), સુરભિબેન પંડ્યા (૯૭૨૬૭ ૧૧૮૬૫), જયસુખભાઈ ચાવડા (૯૮૨૪૨ ૦૬૨૬૪), મુકેશભાઈ જોશી (૯૪૨૭૨ ૩૩૧૪૪), બિન્દુબેન ભટ્ટ (૯૪૨૭૯ ૪૪૮૫૫), વર્ષાબેન ત્રિવેદી (૮૨૦૦૫ ૩૪૦૭૭), માલાબેન ઠાકર (૯૪૨૭૨ ૦૭૫૦૩), ઉર્મિબેન ત્રિવેદી (૯૪૨૭૨ ૧૯૪૮૬), ઉષાબેન માનસાતા (૯૪૨૭૯ ૩૭૦૦૩), જ્યોત્સનાબેન દવે (૯૪૨૯૧ ૪૧૩૯૧), સંધ્યાબેન માંકડ (૯૯૧૩૮ ૪૪૨૨૬), હર્ષિદાબેન દવે (૯૪૨૮૭ ૨૬૬૩૨), જ્યોતિબેન વાળા (૯૪૨૮૨ ૧૬૭૮૮) અથવા ભાવનાબેન ઠાકર (૯૪૨૯૭ ૯૪૩૪૩) નો સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag