Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હોળી-ધૂળેટીના તહવારો દરમિયાન
ખંભાળિયા તા. ૨ઃ હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ગુજરાત રાજ્યના જુદા-જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકામાં દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ દરમિયાન રસ્તા પર ટ્રાફિકના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે તા. ૧-૩-ર૦ર૩ ના સવારના ૬ કલાકથી તા. ૯-૩-ર૦ર૩ ના રાત્રિના ર૩ કલાક સુધીથી થ્રી વ્હીલર, કાર, ટ્રક, ટોરસ, ડમ્પર, બસ જેવા ભારે વાહનો માટે લીબડી ચેકપોસ્ટથી ચરકલા જતા રોડ તેમજ કાનદાસબાપુ આશ્રમ ચાર રસ્તાથી ચરકલા તરફ જતા રોડ તેમજ ચરકલા તરફ જતા રેલવે ફાટકથી હેથ્રોન હોટલ બાજુના રોડને પ્રવેશબંધી પોઈન્ટ જાહેર કરાયો છે, જ્યારે લીંબડી ચેકપોસ્ટથી ભાટિયા બાયપાસ, કુરંગા ચોકડી, ઓખામઢી, બરડિયા થઈ દ્વારકા તેમજ દ્વારકા તરફથી બરડિયા, કુરંગા, ભાટિયા લીંબડી ચેકપોસ્ટ, જામખંભાળિયા ડાયવર્ઝન જાહેર કરાયું છે. આ જાહેરનામું ઈમજરન્સી વાહનોને તથા પોલીસ અધિકશ્રી, દેવભૂમિ દ્વારકા દ્વારા મંજુરી આપવામાં આવી હોય તેવા વાહનોને લાગુ પડશે નહિં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
૪૦ કિ.મી.થી વધુ ગતિ મર્યાદામાં વાહન ચલાવવા પર પ્રતિબંધ
રસ્તાઓ ઉપર પસાર થતાં વાહનોના કારણે કોઈ પદયાત્રી અકસ્માતનો ભોગ ન બને તે માટે દેવભૂમિ દ્વારકા જિલાની હદ શરૃ થાય ત્યાંથી ઝાખર પાટિયા, ખંભાળિયા, રાણ લીંબડી, ભાટિયા, દ્વારકાનો રૃટ, ઝાખર પાટિયા, ખંભાળિયા, રાણ લીંબડી, ગુરગઢ-દ્વારકાનો રૃટ, દ્વારકા-ઓખાનો રૃટ, દ્વારકા-નાગેશ્વરનો રૃટ, ભાટિયા-હર્ષદ માતાજી (ગાંધવી) દ્વારકાના રૃટ પર પસાર થતાં વાહનચાલકોએ તા. ૧-૩-ર૦ર૩ થી તા. ૯-૩-ર૦ર૩ સુધી તેમનું વાહન ૪૦ કિ.મી. પ્રતિકલાકની ગતિ મર્યાદાથી તેમજ દ્વારકા શહેરમાં ર૦ કિ.મી. પ્રતિકલાકની ગતિ મર્યાદાથી વધારે ચલાવવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું પોલીસ અધિક્ષકશ્રી દેવભૂમિ દ્વારકા દ્વારા પરવાનગી અપાયેલા વાહનોનો, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનો તેમજ ઈમરજન્સી વાહનોને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.
શહેરમાં કેટલાક રસ્તાઓ વન-વે પોઈન્ટ જાહેર કરાયા
હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન દ્વારકા શહેરમાં ટ્રાફિકજામની સ્થિતિ નિવારવા ગેરવ્યવસ્થા અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દ્વારકા શહેરમાં જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા સુધી તા. ૩-૩-ર૦ર૩ ના સવારના ૮ કલાકથી તા. ૯-૩-ર૦ર૩ ના રાત્રિના ર૦ કલાક સુધી અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને તા. ૩-૩-ર૦ર૩ ના સવારના ૬ કલાકથી તા. ૯-૩-ર૦ર૩ ના રાત્રિના ર૦ કલાક સુધી વન-વે પોઈન્ટ તથા જોધાભા માણેક ચોકથી પૂર્વ દરવાજા અને ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધીના રસ્તાને પ્રવેશબંધી માત્ર એઝીટ એટલે કે વન-વે ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષા પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag