Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
(જિતેન્દ્ર ભટ્ટ દ્વારા)
કૃષિમંત્રી રાઘવજીભાઈ ૫ટેલના સચોટ જવાબઃ વિપક્ષ રાજી
૧૬મી વિધાનસભાના બુધવારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન અને આદિજાતિ વિકાસની પ્રશ્નોત્તરી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે તૈયારી સાથે સભ્યોને સંતોષ થાય તે રીતે જવાબ આપતાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં ખાતેદાર ખેડૂતને અકસ્માત વીમા સહાયનો પ્રશ્ન ભૂજના કેશુ પટેલે પૂછ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં ૧પ૯ અરજી મળી છે. જેમાંથી ૧૩૬ મંજૂર થઈ રૃા. ર૬૪ લાખ ચૂકવવામાં આવ્યા છે. વધુ વિગતવાર જવાબ આપતાં અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે, લાંબા જવાબ હોય તો ટેબલ પર મૂકવાની સૂચના આપી હતી.
કાલાવડના મેઘજી ચાવડાના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, બીનસરકારી ગ્રાન્ટ ઈન પેઈડ ઉચ્ચતર, માધ્યમિક શાળા માટે વર્ષ વધારવાની છ દરખાસ્ત મળેલ છે. જેમાં પાંચને મંજૂરી અપાઈ છે.
જામજોધપુરના હેમંત આહિરના પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે, જામનગર અને દેવભુમિ દ્વારકા જીલ્લામાં કૃષિ અને પશુપાલનના અભ્યાસ માટે કોઈ કોલેજ આવેલ નથી અને તે માટે વિચારણા હેઠળ પણ નથી.
મનરેગા યોજના અંગે રિવાસિંહ સોલંકીના પ્રશ્નના જવાબમાં જામનગર જિલ્લો બે વર્ષમાં માનવહિત રોજગારી વર્ષ-ર૧-રર માં ૭૧ર૬૩૪ અને રર-ર૩ માં પર૦૭૬ર રોજગારી ઉપલબ્ધ કરાવી છે. માનવહિત રોજગારી અનુક્રમે ૬૩૬૦૩૭ અને પ૩૦૦૬ર નો સમાવેશ થાય છે. મહિલાઓ માટે ર૧-રર માં રર૯૮૭૦ અને ૧૮૮૭૦૪ રોજગારી અપાઈ છે.
ગીર સોમનાથ જિલ્લામાં પશુ રસીકરણ અંગે તાલાળાના ભગાભાઈ બારડે પ્રશ્ન પૂછયો હતો. બે વર્ષમાં ૬,૦૯,૩૦૩ રસીકરણ કરવામાં આવ્યા છે. વિપક્ષના ધારાસભ્ય ભગા બારડે કૃષિમંત્રીના પશુરોગની કામગીરી માટે બે મોઢે વખાણ કર્યા હતાં.
રાઘવજી પટેલે જણાવ્યું કે, લમ્પી રોગ, ગૌવંશ માટે રોગિષ્ટ સમય પસાર થયો હતો. તે દરમિયાન તમામ પ્રકારની ખર્ચની પરવા કર્યા વગર ગૌવંશ બચાવવાની તક મળી છે. લમ્પી રોગનો સતત સામનો કરી, રોગ પ્રતિકારક રસી મૂકીને મૃત્યુદર ઓછો રાખી શક્યા છીએ. ભગાભાઈએ ૯પ જેટલી ગાયોની સારવાર કરી જીવતી રાખવાનો પ્રયત્ન કર્યો છે. સતત ફોન પર સંપર્કમાં રહીને લોકોને સહકાર આપ્યો છે. "પાણી પહેલા પાળ" બાંધવાનું કામ સરકારે કર્યુ છે.
સરકારના વખાણ કરતાં હતાં ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ ટાણો માર્યો કે, "એટલે તો તમે જીત્યા છો"
અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાઘવજી પટેલ એટલે કલમી પાંખો છે. બધા રાજકીય પક્ષોમાંથી પાર ઉતરી બીજીવાર ભાજપ સરકારમાં દોડીને કામ કરી રહ્યાંની છાપ ધરાવે છે. પશુઓના રોગની છણાવટ કરી પશુને રોગમુક્ત બનાવ્યા છે.
આરોગ્ય મેળો, પશુ માટેનો નવો ખ્યાલ આ સરકારે આપ્યો છે, ઘર આંગણે સુવિધાનો પ્રયત્ન સરકાર કરે છે. વિપક્ષ ચુડાસામાના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, પશુ સારવાર દવાખાનામાં ભરતીની પ્રક્રિયા ચાલુ છે. જે ભરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag