Advertisement
Author: નોબત સમાચાર

વિરોધ પક્ષોની એકજુથતા માટે આગેકૂચઃ રાહુલ ગાંધી, ખડગે સાથે નીતિશ-તેજસ્વીની બેઠક

મોદી સરકારને ઘરભેગી કરવાના મનસુબા સાથે

નવી દિલ્હી તા. ૧૩ઃ વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારને ઘરભેગી કરી દેવાના મનસુબા સાથે વિરોધ પક્ષોને એકજુથ કરવાની દિશામાં આગેકૂચ થઈ છે અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે આ અંગે પહેલ કરી છે. જેડીયુના પ્રમુખ અને સી.એમ. નીતિશકુમાર તથા આરજેડીના નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ગઈકાલે રાહુલ ગાંધી અને કોંગી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક યોજીને આ માટે કોઈ ગુપ્ત ફોર્મ્યુલા નક્કી કરી હતી અને તે પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને મળ્યા હતાં. નીતિશકુમારને જો વર્ષ ર૦ર૪ ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરીને વિપક્ષોને એકજુથ કરવાના પ્રયાસો માટે કોંગ્રેસ તૈયાર થઈ ગઈ હોય, તેમ જણાય છે.

એક અંદાજ એવો પણ છે કે કોંગ્રેસ, આપ, તૃણમુલ કોંગ્રેસ, કે.સી.આર. અને ઓવૈસી વગેરે જો નીતિશકુમારના નેતૃત્વ માટે હાલતુરંત સહમત થાય નહીં, તો વડાપ્રધાનપદના ઉમેદવારને જાહેર કર્યા વગર જ ભાજપને સત્તામાંથી હટાવવાના સૂત્ર સાથે વિપક્ષવો એકજુથ થઈ જશે. જો ભાજપ સામે વિપક્ષોને સફળ થવું હોય તો ભાજપના ઉમેદવારો સામે સંયુક્ત વિપક્ષનો માત્ર એક જ ઉમેદવાર ઊભો રહે, તે જરૃરી છે અને આ માટે વિરોધપક્ષોએ બેઠકોને લઈને સમજુતિ કરવી પડે અને તે માટે તમામ પક્ષોએ થોડી બાંધછોડ કરવી પડે અને તમામ બેઠકો પર લડવાના બદલે વિજયની સંભાવનાઓ, વર્તમાન લોકસભા જ નહીં, પરંતુ  આઝાદી પછીની દરેક લોકસભાની ચૂંટણીની સરેરાશ કાઢીને તે મુજબ પક્ષવાર બેઠકોની ફાળવણી અથવા વર્તમાન સ્થિતિને અનુરૃપ ફાળવણી કરીને વિપક્ષો ભાજપ સામે સંયુક્ત ઉમેદવાર ઊભા રાખે, તે અંગેની ચર્ચા-વિચારણા થઈ રહી હોવાના સંકેતો પણ મળી રહ્યા છે.

જો કે, વિરોધપક્ષોની એક્તા સાથે પડકારો હોવા છતાં તે અસંભવ નથી, કારણ કે અત્યારે જે યુપીએનું ગઠબંધન છે, તેમાં કોંગ્રેસની સાથે ડીએમકે, આરજેડી, શિવસેના (ઉદ્ધવજુથ) સહિતના પક્ષો તો છે જ, તે ઉપરાંત સામ્યવાદી પક્ષો, નાના પ્રાદેશિક પક્ષો એનસીપી, આમ આદમી પાર્ટી વગેરે ભાજપ વિરોધી ગઠબંધનમાં સરળતાથી જોડાઈ શકે છે,તેથી વિપક્ષ ગઠબંધનમાં જોડાવા માટે મમતા બેનર્જી, ઓવૈસી, નવીન પટનાયક, અન્ના ડીએમકે, અકાલીદળ વગેરેને મનાવવા પડે તેમ છે, અને તેમાં મોટું મન રાખવું પડે તેમ છે.

જો કે, કેજરીવાલે ગોળ-ગોળ પ્રત્યાઘાતો આપ્યા છે. હમણાંથી શરદ પવાર પણ ગોળ ગોળ વાતો કરવા લાગ્યા છે. ગુલામનબી આઝાદે અલગ ચોકો જમાવ્યો છે અને ઘણાં બિનભાજપશાસિત રાજ્યોમાં કોંગ્રેસ વિપક્ષમાં છે, તેથી જે બાંધછોડ કરવી પડે,  અને આ બધાને મનાવવા પડે તે મોટો પડકાર છે, પણ અસંભવ નથી જ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh