Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તા. ૧૩ઃ જોડિયાના સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કૂટિર 'રામવાડી' આશ્રમમાં અને શ્રી જ્યોતિ સ્વરૃપ બાલાહનુમાનજી મહારાજદાદાના યજમાન પદે હાલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. જોડિયા સમસ્ત ગામ દ્વારા યોજાયેલી આ સપ્તાહમાં પછી ભોગ સાથે ગોવર્ધન પર્વત લીલા યોજવામાં આવી હતી.
જોડિયાના ભાવિક ભાઈઓ-બહેનોએ ઘરેથી અવનવી આઈટમો બનાવીને છપ્પન ભોગમાં ધરાવી હતી. તેમજ શ્રી બાલકૃષ્ણ હવેલી-જોડિયા દ્વારા મીઠાઈનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. કથા પૂર્ણ થયા પછી આ પ૬ ભોગની પ્રસાદી સર્વે ભાવિકોને આપવામાં આવી હતી. જોડિયા રામવાડીના ભક્તજન અશોકભાઈ વર્માએ પૂ. શાસ્ત્રી અનિલપ્રસાદ રાવલ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઊઠાવનાર હેમલપરી ગૌસ્વામીનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. કથાના વક્તા અનિલપ્રસાદ રાવલે કથા દરમિયાન ખૂબ સુંદર વક્તવ્ય આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag