Advertisement
Author: નોબત સમાચાર

'આત્મનિર્ભર ભારત'એ ગામડાઓથી શહેરો સુધી રોજગારીની કરોડો તકો ઊભી કરશેઃ પીએમ મોદી

દસ લાખ કર્મચારીઓની ભરતીનું અભિયાન-૭૧ હજારને નિમણૂક પત્રો

નવી દિલ્હી તા. ૧૩ઃ આત્મનિર્ભર ભારત અભિયાન અને રોજગાર સેવા દ્વારા ૭૧ હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુલ સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦ લાખ કર્મચારીઓની ભરતી અભિયાન 'રોજગાર મેળા' હેઠળ આજે લગભગ ૭૧,૦૦૦ યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતાં. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, આજે ૭૦ હજારથી વધુ યુવાનોને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મળી છે. તે બધા યુવાનોને અને તેમના પરિવારના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. અમારી સરકાર વિકસિત ભારતના વિઝનને હાંસલ કરવા માટે યુવાનોની પ્રતિભા અને ઊર્જાને યોગ્ય તકો આપવા માટે પ્રતિબદ્ધ છે. આજનું નવું ભારત જે નવી નીતિ અને વ્યૂહરચનાનું પાલન કરી રહ્યું છે. તેણે દેશમાં નવી શક્યતાઓ અને તકોના દ્વાર ખોલ્યા છે.

વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 'આજે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે. કોરોના પછી આખું વિશ્વ મંદીનો સામનો કરી રહ્યું છે, મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થા સતત નીચે પડી રહી છે. તેવી પરિસ્થિતિમાં વિશ્વ ભારતને અનુકૂળ જગ્યા તરીકે જોઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ સ્ટાર્ટઅપ્સે ૪૦ લાખથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે. આ ઉપરાંત ડ્રોન સેક્ટરમાં ભારતે ઘણું કૌશલ્ય બતાવ્યું છે. છેલ્લા ૮-૯ વર્ષમાં દેશના રમતગમત ક્ષેત્રે પણ કાયાકલ્પ કરવામાં આવી છે. આધુનિક ઉપગ્રહોથી લઈને સેમી હાઈ સ્પીડ ટ્રેનો ભારતમાં જ તૈયાર થાય છે.'

આજે આધુનિક ઉપગ્રહોથી લઈને સેમી હાઈ સ્પીડ ટ્રેનો ભારતમાં જ બનાવવામાં આવી રહી છે. 'આત્મનિર્ભર ભારત અભિયાન' એ ગામડાઓથી શહેરો સુધી ભારતમાં રોજગારીની કરોડો તકો ઊભી કરવાનું અભિયાન છે. સરકારે આયાતી રમકડાં માટે ગુણવત્તાના માપદંડો નક્કી કર્યા અને આપણા સ્વદેશી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું શરૃ કર્યું. ૩-૪ વર્ષની અંદર, રમકડાં ઉદ્યોગને નવજીવન મળ્યું અને ઘણી નવી રોજગારીની તકો ઊભી થઈ છે. ભારતના રમકડાં ઉદ્યોગનું ઉદાહરણ તમારી સામે છે.

ભારતમાં થઈ રહેલા વિકાસના દેખીતા પરિણામોનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, 'જ્યારે કોઈ ગામડામાં રોડ પહોંચે છે ત્યારે આ સમગ્ર ઈકો-સિસ્ટમમાં ઝડપી રોજગારીનું સર્જન કરે છે.' ર૦૧૪ સુધી ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓની લંબાઈ પણ ૪ લાખ કિલોમીટરથી ઓછી હતી, પરંતુ આજે તે આંકડો વધીને ૭.રપ લાખ કિલોમીટરથી વધુ થઈ ગયો છે. ર૦૧૪ પહેલા એક મહિનામાં માત્ર ૬૦૦ મીટર નવી મેટ્રો લાઈનો બનાવવામાં આવતી હતી, આજે આપણે દર મહિને લગભગ ૬ કિલોમીટર નવી મેટ્રો લાઈનો બનાવી રહ્યા છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh