Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧પ એપ્રિલ-ર૦ર૩ થી ૧૦ હજારની મર્યાદા લાગુઃ
જામનગર તા. ૧૩ઃ ગુજરાત રાજ્યમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના અલગ-અલગ માધ્યમો અમલમાં છે. જેમાંથી નોન-જ્યુડીશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરનું વેંચાણ તા. ૧-૧ર-ર૦૧૯ થી રાજ્ય સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ છે. તે સિવાય હાલ ફ્રેન્કીંગ પદ્ધતિ, ઈ-સ્ટેમ્પીંગ પદ્ધતિ તથા ઈ-પેમેન્ટ પદ્ધતિ અમલમાં છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા ફ્રેન્કીંગ પદ્ધતિ તા. ૩૧-૩-ર૦રપ સુધી ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ તેમાં તા. ૧પ-૪-ર૦ર૩ થી એક ડોક્યુમેન્ટમાં રૃા. ૧૦,૦૦૦ ની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આગામી તા. ૧પ-૪-ર૦ર૩ થી રાજ્ય સરકાર દ્વારા જંત્રી ભાવમાં વધારાનો અમલ કરવામાં આવનાર છે, જેથી તા. ૧૪-૪-ર૦ર૩ સુધી સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે ધસારો રહેવાની શક્યતા રહેલ છે. તા. ૧૪-૪-ર૦ર૩ સુધી ફ્રેન્કીંગ પદ્ધતિ કોઈણ મર્યાદા વગર ઉપલબ્ધ છે. દરેક સબ રજિસ્ટ્રાર કચેરીઓ તેમજ માનય સ્ટેમ્પ વેન્ડર, નોટરી, ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી પાસે ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રો ઉપલબ્ધ છે તેમજ નોંધણીપાત્ર દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે ઈ-પેમેન્ટ-ઓનલાઈન ઈ-ચલણ પદ્ધતિ વર્ષ ર૦૧૯ થી ઉપલબ્ધ છે. જે વિવિધ માધ્યમોનો મહત્તમ લાભ લેવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણીસર નિરીક્ષક, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag