Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષકોના વેકેશન ટુરના આયોજન થશે પ્રભાવિતઃ
જામનગર તા. ૧૩ઃ સરકારે તલાટીની ભરતી પરીક્ષાની તારીખ બદલતા અનેક નવા પ્રશ્નો ઊભા થયા છે. ૩૦ એપ્રિલના લેવાનાર પરીક્ષા હવે ૭ મે ના લેવાશે ત્યારે મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન પિરિયડ હશે.
વેકેશનમાં શિક્ષકોએ બહારગામ ફરવા જવા માટે ટિકિટોથી લઈ ઉતારા માટે હોટેલોના એડવાન્સ બુકીંગ સહિતની કામગીરી કરી રાખી હશે, પરંતુ એકાએક પરીક્ષાની તારીખ બદલતા આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો ઉપર સુપરવાઈઝર તરીકે શિક્ષકોની ફરજ સોંપણી પણ એક પડકારરૃપ બનશે. તલાટીની સાથે જ નીટની પરીક્ષા પણ હોવાથી પરીક્ષા કેન્દ્રોની ફાળવણી પણ એક સમસ્યા બની શકે એમ છે.
સરકારી શૈક્ષણિક સ્ટાફ ઉપર વેકેશનમાં કાર્ય કરવાનું દબાણ આવશે તેમજ શિક્ષકોના વેકેશનના આગોતરા આયોજનો પ્રભાવિત થવાના સંજોગોમાં શિક્ષકોમાં આ મુદ્દે ગણગણાટ અને નારાજગી સાંભળવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag