Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મતદારોમાં જાગૃતિ ફેલાવા માટે પ્રેસ-મીડિયાની ભૂમિકા મહત્ત્વપૂર્ણઃ જિલ્લા ચૂંટણી અધિકારી
જામનગર તા. ૧૩ઃ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ર૦ર૩ અંતર્ગત જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે કહ્યું હતું કે, મતદાર યાદીમાં સુધારો કરાવવા લોકો સુધી જાણકારી પહોંચે તે માટે મીડિયાની ભૂમિકા મહત્ત્વની છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ. શાહના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-ર૦ર૩ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. પ-૪-ર૦ર૩ થી તા. ર૩-૪-ર૦ર૩, રવિવારના ખાસ ઝુંબેશના દિવસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે દિવસોએ તમામ મતદાન મથકો સવારે ૧૦ થી સાંજે પ વાગ્યા સુધીમાં બી.એલ.ઓ.ના રૃબરૃ ફોર્મ ભરી જમા કરાવી શકાશે.
કલેક્ટરે જણાવ્યું હતું કે, જે યુવાઓની ઉંમર તા. ૧-૪-ર૦ર૩ ના ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તે તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. આ ઉપરાંત જે યુવાઓની ઉંમર ૧ જુલાઈ ર૦ર૩ કે ૧ ઓક્ટોબર ર૦ર૩ ના ૧૮ વર્ષ પૂર્ણ થાય છે તેવા તમામ યુવાઓ મતદાર યાદીમાં પોતાનું નામ દાખલ કરવા માટે અરજી કરી શકશે. જે અરજી પર આગામી જુલાઈ તથા ઓક્ટોબર માસમાં નિર્ણય કરવામાં આવશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે લોકોને મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે જાણકારી મળી રહે અને વધુમાં વધુ લોકો મતદાર યાદીમાં નામ નોંધણી, કમી કે સુધારા કરાવી શકે તે અંગે લોકોને માહિતી પહોંચી શકે તે માટે મીડિયાની ભૂમિકા મહત્ત્વની છે.
તા. ૧-૪-ર૦ર૩ ની લાયકાતની તારીખના સંદર્ભમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ ડ્રાફ્ટ રોલ-ર૦ર૩ મુજબ જામનગર જિલ્લામાં કુલ ૧ર,૦૪,ર૦૭ મતદારો નોંધાયા છે. જે પૈકી ૬,૧૭,૮પપ પુરુષ મતદારો, પ,૮૬,૩૩૯ સ્ત્રી મતદારો અને અન્ય ૧૩ મતદારો નોંધાયા છે. તા. ર૩-૪-ર૦ર૩ (રવિવાર) સુધી મતદાર યાદીમાં તમારૃં નામ દાખલ કરવા, કમી કરવા કે વિગતો સુધારા માટે અરજી કરી શકાશે. આ માટે તા. ૧-૪-ર૦ર૩ ના ૧૮ વર્ષ પૂર્ણ કરતા તમામ યુવા નાગરિકો માટે મતદારયાદીમાં પ્રથમ વખત જ નામ દાખલ કરી નવા મતદાર તરીકે નામ નોંધણી કરવા માટે ફોર્મ નં. ૬, મતદારયાદીમાંથી મૃત્યુના કારણે નામ કમી કરાવવા કે નવા દાખલ કરનાર નામ સામે વાંધો લેવા માટે ફોર્મ નં. ૭, રહેઠાણનું સ્થળાંતર, મતદારયાદીની વિગતોમાં સુધારા માટે, જુનુ ઈપીઆઈસી બદલાવવા માટે કે દિવ્યાંગ મતદાર તરીકે નોંધ કરાવવા માટે ફોર્મ નં. ૮ ભરી શકો છો તેમજ ચૂંટણીકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નં. ૬-અ ભરી શકો છો. જેની ઉંમર તા. ૧ ઓક્ટોબર, ર૦ર૩ સુધીમાં ૧૮ વર્ષ થતી હોય તે મતદારયાદીમાં નામ નોંધણી માટે અરજી કરી શકશે, પરંતુ નામ લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીમાં નોંધાશે.
મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા વોટર હેલ્પલાઈન મોબાઈલ એપથી તથા વેબસાઈટ દ્વારા ઘરબેઠા ઓનલાઈન જ ફોર્મ ભરી શકાશે. જામનગર જિલ્લામાં લાયકાત ધરાવતા તમામ યુવાઓ પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયા મુજબ મતદારયાદી સંબંધિત અન્ય કોઈ સસ્યા માટે ટોલ ફી નંબર-૧૯પ૦ નો સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીના ફેસબુક પેઈજ, ટ્વિટર અને ઈન્સ્ટ્રાગ્રામને ફોલો કરીને પણ વિશેષ માહિતી મેળવી શકાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag