Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બારાડી પંથકમાં લોહાણા સમાજમાં શોકનું મોજુંઃ
ભાટિયા તા. ૧૩ઃ ભાટિયાના પીઢ પત્રકાર સ્વ. દામોદરદાસ મથુરાદાસ કાનાણીના પુત્ર દિનેશભાઈ દામોદરદાસ કાનાણી (કારૃભાઈ) નું બાવન વર્ષની વયે ગઈકાલે તા. ૧ર/૪ ના સાંજે ૬ વાગ્યે હૃદયરોગનો હુમલો આવતા દુઃખદ અવસાન થયું છે.
સ્વર્ગસ્થ દિનેશભાઈ ભાટિયા પંથકમાં વરસોથી પત્રકારત્વ તથા વેપાર ક્ષેત્ર સાથે જોડાયેલા હતાં. મિલનસાર સ્વભાવના હતા તેમનું અચાનક અવસાનથી બારાડી પંથકમાં લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
તેઓ મુકેશભાઈ (ભૂપતભાઈ) ના નાનાભાઈ તથા યુવા અગ્રણી નિલેશભાઈ અને પત્રકાર અમિતભાઈ કાનાણીના મોટાભાઈ, રાધે સિલેક્શનવાળા અક્ષયના પિતાશ્રી થાય.