Advertisement
Author: નોબત સમાચાર

ગોકુલનગર નજીક મયુરનગરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ પકડાયા

બેડેશ્વરમાંથી તીનપત્તી ખેલતા છની ધરપકડઃ

જામનગર તા.૧૩ ઃ જામનગરના ગોકુલનગર વિસ્તારમાં ગઈકાલે સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે મોડીરાત્રે બેડેશ્વરમાં તીનપત્તી રમતા છ શખ્સ પોલીસના દરોડામાં પકડાયા હતા. બંને સ્થળેથી કુલ રૃા.૨૨,૭૪૦ રોકડા કબજે કરાયા છે.

જામનગરના ગોકુલનગર નજીકના મયુરનગરની શેરી નંંં.૫માં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમતા રાજુ નાથાભાઈ કુડેચા તથા રંજનબેન રાજુભાઈ કુડેચા, સુનિતાબેન મોહનભાઈ પરેશા, માનકુંવરબા જુવાનસિંહ જાડેજા, સવિતાબેન ઘેલાભાઈ પરમાર નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૦,૭૦૦ રોકડા કબજે કર્યા છે.

જામનગરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા હસન હાજીભાઈ આંબલીયા, સોહિલ આવદભાઈ સાદી, ઈમરાન સતારભાઈ સરઘસીયા, જાહિર અબ્બાસભાઈ મીનાણી, મોહસીન ઈશાકભાઈ ઠેબા, આમદ ગફારભાઈ જામ નામના છ શખ્સ ઝડપાઈ ગયા હતા. પોલીસે રૃા.૧૨,૧૪૦ની રોકડ કબજે કરી ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh