Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ શરીરના કોઈપણ ભાગમાં થતો દુખાવો દુખદાયક હોય છે પણ માથાનો દુખાવો ઘણો પીડાકારક હોય છે. સામાન્ય રીતે માથુ દુખતું હોય ત્યારે મોટાભાગે આપણે એને ગણકારતા હોતા નથી. પરંતુ ઘણીવાર માથાનો દુખાવો ઘણો પ્રત્યાઘાતી હોય છે. માથાના દુખાવાને માઈગ્રેન કહે છે. તેમાં ગરદન દુખે છે. મેડિકલ ભાષામાં આ પ્રકારના માથાના દુખાવાને સર્વિકો જે નીક હેડેક (ગરદન-માથાનો દુખાવો) કહેવામાં આવે છે.
સામાન્ય રીતે ગરદનનો દુખાવો અને તેની આસપાસના સ્નાયુઓમાં સોજો જોવા મળે છે. જે આ દુખાવાનું મુખ્ય કારણ છે. તેમાં માથાના હાડકામાં કોઈપણ પ્રકારની તકલીફ સામાન્ય રીતે જોવા મળતી નથી. વળી ગરદનના સ્નાયુઓ પરનો સોજો ઓછો થતો હોતો નથી. માથાના દુખાવા (માઈગ્રેન)માં ગરદનના સ્નાયુમાં દુખાવો, સોજો તથા તણાવ જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે માથાનો દુખાવો (માઈગ્રેન)માં ૬૪% લોકોને માથાના દુખાવા સાથે ગરદનમાં દુખાવો તથા સ્ટીફનેસ (જડતા) જોવા મળી. ઘણીબધી વાર આ દુખાવો ખભા કે કમર સુધી પણ પ્રસરતો જોવા મળે છે.
૧૪૪ દર્દી પર થયેલા વધુ એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માઈગ્રેન એ ગરદનના દુખાવા સાથે સંકળાયેલો છે. તેમાં ૬૯% લોકોને ગરદનમાં સખ્તાઈ (ટાઈટનેસ) જણાઈ હતી, તો ૧૭% લોકોને જડતા (સ્ટીફનેસ) માલુમ પડી હતી. અને ૫% લોકોને સ્વંદન (થ્રોલીંગ) જોવા મળ્યું. વળી ૫૭% લોકોમાં માથાનો દુખાવો એક જ બાજુએ જોવા મળ્યો. માથાનો દુખાવો સ્ત્રીઓમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. મુખ્યત્વે ગરદન-માથાનો દુખાવો ખૂબ જ લાંબા સમયથી ચાલતો હોય. એવું જોવા મળ્યુ અને તે સ્ત્રીઓમાં પુરૃષો કરતા ચાર ગણા વધુ જોવા મળે છે. આ રોગ વિશે વધુ ક્લિનિકલી ચેક કરી માહિતી મેળવીને ચોક્કસ નિદાન કરવામાં આવે છે. સામાન્ય રીતે જે દર્દીઓને આ પ્રકારે સર્વિકો જેનીક હેડેક થતું હોય તેમાં તેમની ગરદનનું ખરાબ પોશ્વર અને તેમની ગરદનની કામ કરવાની ક્ષમતા પણ ઓછી થઈ ગયેલી એટલે કે સ્ટીફનેસ, ટાઈટનેસ જોવા મળતી હોય છે. ઘણી બધી વખત તે ખોપરી (સકલ) અને ગરદનના મણકાની વચ્ચેના નાના સ્નાયુમાં પણ આવેલી હોય છે.