Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩ઃ જામનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ૧૦, ર૦ અને ૩૦ વર્ષ ઉચ્ચતર પગાર ધોરણ આપવા અંગેની દરખાસ્ત અન્વયે આગામી તા. ૧૯-૪-ર૦ર૩ ના મળનારી સામાન્ય સભામાં રજૂ થનાર છે. આ પછી આખરી નિર્ણય લેવામાં આવશે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા તા. ૧૯-૪-ર૦ર૩ ના સવારે ૧૧-૩૦ કલાકે ધીરૃભાઈ અંબાણી વાણીજ્ય ભવનમાં યોજાશે. જેમાં નસીંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ અન્વયે ઘડવામાં આવેલ પેટા કાયદાઓની મંજુરી માટેની દરખાસ્ત રજૂ થશે.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું મધ્યાહન ભોજન યોજના અન્વયે મેગા કિચન બનાવવામાં મુખ્ય દાતા તરીકે સહયોગ આપવા બદલ આભાર પ્રકટ કરવા તથા મહાનગરપાલિકા હદ વિસ્તારમાં બાવન પ્રાથમિક શાળાને રિલાયન્સ ફાઉન્ડેશન અંતર્ગત સરકારની સબસિડી ઉપરાંતની મધ્યાહન ભોજનની રકમનો સહકાર આપવા માટેની પણ દરખાસ્ત આ સામાન્ય સભામાં રજૂ થનાર છે, જ્યારે સાત રસ્તા સર્કલ પાસેના સ્વામી વિવેકાનંદ ગાર્ડનમાં મિલકત અને મિલ્ક પ્રોડક્ટ્સ/ રીટેઈલ આઉટલેટ માટેની જગ્યા પાંચ વર્ષ સુધી લીઝ ભાડા ઉપર રાખવાનો પણ નિર્ણય લેવાશે.
મિલકતવેરા અને પાણી ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦ ટકા વ્યાજ રાહત યોજનાની મુદત્ એક માસ વધારવામાં આવી છે. તેની પણ મંજુરી આ સામાન્ય સભામાં મેળવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag