Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસટીએફનું ઝાંસીમાં સફળ સર્ચ ઓપરેશનઃ બન્ને પર પાંચ લાખનું ઈનામ હતું
ઝાંસી તા. ૧૩ઃ કુખ્યાત ગેંગસ્ટર અતીક અહમદનો પુત્ર અસંદ અને શૂટર ગુલામ મોહમ્મદ ઉમેશપાલ હત્યાકાંડના આરોપી હતાં અને ફરાર હતાં. બન્ને ઉપર પાંચ લાખનું ઈનામ જાહેર કરાયું હતું. એસટીએફના સર્ચ ઓપરેશન દરમિયાન થયેલ અથડામણમાં બન્નેને ઠાર કરાયા છે.
ઉમેશ પાલ મર્ડર કેસમાં ફરાર માફિયા અતીકના પુત્ર અસદ અને શૂટર ગુલામ મોહમ્મદનું યુપી એસટીએફ દ્વારા એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. બન્ને પર પાંચ લાખ રૃપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેનું એન્કાઉન્ટર ઝાંસીમાં થયું હતું.
એસટીએફનો દાવો છે કે તેમની પાસેથી વિદેશી હથિયારો મળી આવ્યા છે. આ એન્કાઉન્ટર અંગે યુપી પોલીસે માહિતી આપી હતી કે અસદનો પુત્ર અતીક અહેમદ અને ગુલામનો પુત્ર મકસુદન બન્ને પ્રયાગરાજના ઉમેશ પાલ હત્યા કેસમાં વોન્ટેડ હતાં. બન્ને આરોપીઓ પર પાંચ લાખ રૃપિયાનું ઈનામ હતું.
ઝાંસીમાં ડીએસપી નવેન્દ્ર અને ડીએસપી વિમલની આગેવાની હેઠળની યુપી એસટીએફ ટીમ સાથે એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે.
ઉલ્લેખનીય છે કે ગત તા. ર૪ ફેબ્રુઆરીએ ઉમેશ પાલની હત્યા કર્યા પછી અસદ તરત જ ફરાર થઈ ગયો હતો. એસટીએફ તેમને સતત શોધી રહી હતી અને ઝાંસીમાં તેમનું લોકેશન મળ્યા બાદ પોલીસે તેમને ઠાર કર્યા.
એન્કાઉન્ટરના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે પ્રયાગરાજ કોર્ટમાં અતીક અહેમદના રિમાન્ડ પર સુનાવણી ચાલી રહી હતી. અતીક અહેમદને મંગળવારે સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને પણ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસે બંનેની પૂછપરછ કરવાની છે. આ માટે ર૦૦ પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે.
ઉમેશ પાલ હત્યામાં અસદનું નામ અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી શાયસ્તાએ અતીક અહેમદ સામે નારાજગી વ્યકત કરી હતી. રડતા રડતાં કહ્યું કે અસદ હજુ બાળક છે. તેને મામલામાં લાવવો જોઈતો ન હતો. આ સાંભળીને માફિયા ડોન અતીક અહેમદ ગુસ્સે થઈ ગયો. ફોન પર તેને ઠપકો આપતા તેણે શાઈસ્તા પરવીનને કહ્યું હતું કે, અસદ સિંહનો પુત્ર છે. તેમણે સિંહો જેવું કામ કર્યું છે. તેમના કારણે આજે હું ૧૮ વર્ષ પછી શાંતિથી સૂઈ શક્યો છું. ઉમેશને કારણે મારી ઊંઘ ઉડી ગઈ હતી. હવે બિનજરૃરી વાતો કરીને મારો મૂડ બગાડશો નહીં બધુંં મેનેજ કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag