Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સાતવડી ગામમાં ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી કરાતી વીજચોરી ઝડપાઈ

રૃા.૧પ લાખની આકારણીઃ ત્રણ સામે કરાઈ કાર્યવાહીઃ

જામનગર તા.૧૩ ઃ જામજોધપુરના સાતવડી ગામમાં ગઈકાલે રાજકોટથી ધસી આવેલી પીજીવીસીએલની વિજીલન્સ વિભાગની ચાર ટૂકડીએ હાથ ધરેલી ચકાસણીમાં એક ખાનગી ટ્રાન્સફોર્મર મૂકી તેમાં અગિયાર કેવીની લાઈનમાંથી જોડાણ આપી, ત્રણ જોડાણનું આઉટપુટ મેળવી કરાતી પંદર લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી છે. ત્રણ આસામી સામે કાયદાકીય કાર્યવાહી કરાઈ છે.

પીજીવીસીએલની રાજકોટ સ્થિત નિગમિત કચેરીના વિજીલન્સ વિભાગ દ્વારા ગઈકાલે જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી હેઠળ આવતી જામજોધપુર ઈસ્ટ પેટાવિભાગીય કચેરીમાં સમાવિષ્ટ સાતવડી ગામના કેટલાક વીજજોડાણો ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ વિસ્તારમાં ચાર ટૂકડીઓ દ્વારા જીયુવીએનએલ પોલીસ તથા એસઆરપી મેનના રક્ષણ હેઠળ ચકાસણી કરાતા ત્યાં મૂકવામાં આવેલું એક ખાનગી ટ્રાન્સફોર્મર મળી આવ્યું હતું. તે ટ્રાન્સફોર્મરને ચકાસવામાં આવતા તેમાં નજીકમાંથી પસાર થતી જયોતિ ગ્રામ ફીડરની ૧૧ કેવીની લાઈનમાંથી અપાયેલું જોડાણ દૃષ્ટિગોચર થયું હતું.

ચોંકી ઉઠેલા વીજ અધિકારીઓએ વધુ ચકાસણી કરતા તે ટ્રાન્સફોર્મરમાંથી ખેતી વાડીમાં બિનઅધિકૃત રીતે અપાયેલા ત્રણ વીજજોડાણ પણ શોધી કાઢ્યા હતા. તરત જ ત્રણેય જોડાણની પાવર સપ્લાય કાપી નાખવામાં આવી હતી. તે પછી ખાનગી ટ્રાન્સફોર્મર, વીજવાયરો કબજે લઈ રૃા.૧પ લાખની વીજચોરી થયાનું આકારી તેના પુરવણી બીલ બનાવવામાં આવ્યા હતા અને તીર્થરાજસિંહ હનુભા વાળા, પ્રવીણસિંહ ખોડુભા વાળા, કરણુભા જીજીભા વાળા સામે વીજ અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh