Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રમાં ૧૧૧પ નવા કેસઃ નવ દર્દીઓના મૃત્યુ
નવી દિલ્હી તા. ૧૩ઃ દેશમાં ર૪ કલાકમાં ૧૦,૧પ૮ કોરોનાના કેસ નોંધાયા છે. ૧૧ તારીખની સરખામણીએ ૧ર એપ્રિલે કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર-દિલ્હીમાં પણ કોરોનાની ગતિ વધી રહી છે.
દેશમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના ૧૦ હજાર ૧પ૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૪૪ હજાર ૯૯૮ થઈ ગઈ છે. ૧૧ તારીખની સરખામણીએ ૧ર એપ્રિલે કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે આ ચેપનો દૈનિક સકારાત્મક્તા દર વધીને ૪.૪ર ટકા થઈ ગયો છે.
અગાઉના દિવસે કોરોનાના ૭,૮૩૦ નવા કેસ નોંધાયા હતાં. રિકવરી રેટની વાત કરીએ તો તે ૯૮.૭ર ટકા છે. દરરોજનો પોઝિટિવિટી રેટ ૩.૬પ ટકા છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ ૩.૮૩ ટકા નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ રર૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ કોરોનાના આંકડામાં મોટો ઉછાળો આવ્યો છે. બુધવારે મહારાષ્ટ્રમાં ર૪ કલાકમાં ૧૧૧પ નવા કેસ મળી આવ્યા હતાં, જ્યારે ૯ દર્દીનું મોત થયું હતું. એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને પ હજાર ૪ર૧ થઈ ગયા હતાં. દિલ્હીમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે દિલ્હીમાં ર૪ કલાકમાં ૧૧૪૯ નવા કેસ નોંધાયા હતાં અને ૧ દર્દીનું મોત પણ નોંધાયું હતું. હાલમાં અહીં સૌથી ચિંતાજનક બાબત એ છે કે અહીં સંક્રમણનો દર હજુ પણ ર૩ ટકાની આસપાસ છે. દિલ્હીમાં એક્ટિવ કોરોના કેસ વધીને ૩૩૪૭ થઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag