Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ધ મોદી ક્વેશ્ચન' નામની ડોક્યુમેન્ટરીનો વિવાદ ચર્ચામાં
નવી દિલ્હી તા. ૧૩ઃ બીબીસી સામે ઈડીએ ફેમાના ભંગનો કેસ નોંધ્યો છે. હવે ઈડી પણ પૂછપરછ કરશે. આ પહેલા આઈટીએ પણ તપાસ કરી હતી.
બીબીસી ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે. ઈડીએ બ્રિટિશ મીડિયા બ્રોડકાસ્ટિંગ કંપની ઈન્ડિયા સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના ઉલ્લંઘનનો કેસ નોંધ્યો છે. આ કેસ ફોરેન એક્સચેન્જના નિયમોના ઉલ્લંઘનના આરોપ હેઠળ નોંધાયો હતો. હવે બીબીસી ઈન્ડિયાના એડમિન અને એડીટોરિયલ વિભાગના લોકોની પૂછપરછ થઈ શકે છે.
ઈડી ફેમા હેઠળ બીબીસી ઈન્ડિયામાં વિદેશી ફન્ડીંગમાં ગરબડની તપાસ કરી રહી છે. ઈડી અનુસાર ફેમા હેઠળ પહેલા જ કેસ દાખલ થઈ ચૂક્યો છે. અગાઉ પણ બીબીસી પર ફેબ્રુઆરીમાં આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. તેમાં દિલ્હી, મુંબઈના કાર્યાલયો પર દરોડાની કાર્યવાહી કરાઈ હતી, જો કે આ કાર્યવાહી પણ એવા સમયે કરાઈ હતી જ્યારે ૧૭ જાન્યુઆરીના બીબીસીએ ગુજરાત રમખાણો સંબંધિત ઈન્ડિયા ધ મોદી કેવેશ્ચન નામે એક ડોક્યુમેન્ટ્રી જાહેર કરી હતી જેને લઈને ભારે વિવાદ થયો હતો.
તાસ એજન્સીએ બીબીસીને તેના એકાઉન્ટ અને નાણાકીય વ્યવહારોની વિગતો પણ જાહેર કરવા કહ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની તપાસ કરવા અને ટેક્સમાં ગેરરીતિ, નફાનું ડાયવર્ઝન અને બિનઅનુપાલનના આરોપો અંગે દિલ્હી અને મુંબઈમાં બીબીસીના કાર્યાલયો પર ટીમ મોકલીને તપાસ કર્યાના મહિનાઓ પછી ઈડી દ્વારા આ કાર્યવાહી કરાઈ છે. સરવે દરમિયાન બીબીસીના વરિષ્ઠ કર્મચારીઓએ સવાલોના જવાબ આપવા માટે રાતભર કાર્યાલયે રોકાવું પડ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag