Advertisement
Author: નોબત સમાચાર

કાશી કોરિડોરની પ્રતિકૃતિ સમું દ્વારકાધીશ મંદિર પરિસરનું થશે નિર્માણઃ કૌશલ કિશોર

વડાપ્રધાનની સૂચનાથી દ્વારકાની કાયાપલટને લઈને કેન્દ્રીય મંત્રીએ લીધી ઓખામંડળની મુલાકાત

દ્વારકા તા. ૧૩ઃ દ્વારકાની કાયાપલટ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી કેન્દ્રના શહેર મંત્રીએ ઓખામંડળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, કાશીની આવૃત્તિ સમાન દ્વારકાનું કોરિડોર બનશે.

દ્વારકાની પ્રાચીન નગરીના મૂળ સ્ટ્રકચરને જાળવીને ઉત્તરપ્રદેશના મુખ્ય તીર્થ ક્ષેત્ર કાશી વારણાસી કોરિડોરનું જે રીતે નવનિર્માણ કરીને વિકાસ કરવામાં આવ્યો છે, તેની પ્રતિકૃતિ સમાન દ્વારકાધીશ મંદિરના પરિસરનું નવ નિર્માણ કરવા તથા બેટ દ્વારકાના કોરિડોરને ધ્યાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સચૂનને ધ્યાનમાં લઈને કેન્દ્રીય મંત્રાલય ના શહેરી અને ગ્રામ્ય વિભાગોના મંત્રી કૌશલ કિશોરએ ઓખામંડળના દ્વારકા તથા બેટ દ્વારકાની મુલાકાત જિલ્લાના સંબધિતોને સાથે રાખીને લીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે ભારતની પ્રાચીનતાના વિશેષરૃપે પ્રવાસી યાત્રીકો દર્શન કરીને શકે અને યાત્રાધામોમાં ખાસ પ્રકારની સુવિધાઓ અને વિશેષ પ્રકારની સુંદરતા ઊભી કરવા કેન્દ્ર સરકારનો શહેરી વિકાસ ખૂબ જ ગતિશીલ બન્યો છે.

કૌશલ કુમારએ દ્વારકાના પ્રવિત્ર ગોમતીઘાટથી દ્વારકાધીશ મંદિર સહિતના વિસ્તારને કોરીડોર બનાવી મંદિર આસપાસની ગીચતા દૂર કરી સુવિધાજનક અને સુશોભિત સંકુલનું નિર્માણ થાય તે માટે બન્ને સ્થળોની મુલાકાત લીધી હતી.

શહેરની મધ્યમાં આવેલ ભડકેશ્વર પ્રાચીન શિવ મંદિર જે સમુદ્રની વચ્ચે આવેલ છે તેની મુલાકાત પછી મંત્રીશ્રીએ બેટ દ્વારકાના કોરીડોરના સ્થળની મુલાકાત લઈ દ્વારકા અને બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરી  આશીંર્વાદ મેળવ્યા હતાં.

દ્વારકા વિસ્તારનો સંપૂર્ણ અભ્યાસ કરીને આવેલા કેન્દ્રીય મંત્રીએ રૃપેણબંદર, ડાલ્ડા બંદર સહિતના સ્થળો કયાં આવેલા છે તેવા સ્થળોની પણ પુછપરછ કરીને સ્થાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી આ મુલાકાત દરમ્યાન દ્વારકા પાલિકાના ચીફ ઓફિસર ઉદય નસીત તથા સંજય દતાણી વિગેરે જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh