Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતને સફળતા
ખંભાળીયા તા. ૧૩ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા શહેરને જિલ્લાનું વડુ મથક હોય સાંસદ પૂનમબેન માડમની રેલવે મંત્રીને સફળ રજુઆતના પગલે સ્ટેશનને અપગ્રેડ કરીને વિકાસ કરવા તાજેતરમાં કેન્દ્ર સરકારે અન્ય શહેરોની સાથે મંજુરી આપી છે. હાલનું રાજાશાહીના સમયનું માત્ર વર્ષો જુના શેડ સાથેનું ટુંકી જગ્યાવાળું રેલવે સ્ટેશન ખંભાળીયામાં નીકળતી ટ્રેનો તથા મુસાફરો માટે પૂરતુ હોય વિશાળ રેલવે સ્ટેશન કરવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
ખંભાળીયા પાલિકા સાથે સંકલન કરીને રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા હાલ ખંભાળીયા રેલવે સ્ટેશન છે તેનો વિસ્તાર વધારવા માટે સ્ટેશનની આગળના ભાગમાં જામનગર રોડ તથા જડેશ્વર રોડવાળો રસ્તો છે ત્યાં સુધી સ્ટેશનનો વિસ્તાર વધારવો, જેથી રેલવે લાઈનો આવી જાય તથા પ્લેટફોર્મ પણ વિશાળ બની શકે. આ ઉપરાંત હાલ રોડની બીજી તરફ રેલવે કર્મચારીઓના ક્વાર્ટર છે ત્યાંથી જામનગર રોડ તથા જડેશ્વર રોડ નીકળે તેવી વ્યવસ્થાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ખંભાળીયા રેલવે સ્ટેશન વિશાળ થઈ જતા તેની સીકલ જ ફરી જશે તથા નવું અદ્યતન વિશાળ રેલવે સ્ટેશન ઊભું થશે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોને સફળતા મળી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag