Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાંત અધિકારીની કોર્ટે મામલતદારને આપી સૂચનાઃ
જામનગર તા.૧૩ ઃ લાલપુરના સીંગચમાં આવેલી ખેતીની એક જમીન પર બોજામુક્તિ અંગે નોંધ થયા પછી પ્રાંત અધિકારીની કોર્ટમાં તે નોંધ સામે વિવાદ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ વિવાદીની અપીલ મંજૂર રાખી છે.
લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતા મેહુલ મોહન શાહના માતાનું અવસાન થતાં તેઓનું નામ કમી કરાવવા અંગે પ્રક્રિયા કરાઈ હતી. તે અંતર્ગત ખેતીની તેમની જમીનના રેવન્યુ રેકર્ડ જેમાં ગામ નમૂના નં.૮/અ, ૭/૧૨, ૬ની નોંધ વગેરે નકલ મેળવાતા મેહુલના ધ્યાનમાં આવ્યું હતું કે તેઓની ખેતીની જમીનના અનુસંધાને ગામ નમૂના નં.૬માં બોજામુક્તિ અંગેની નોંધ દાખલ થયેલી છે. તે નોંધ વર્ષ ૨૦૧૬માં થઈ છે પરંતુ બોજામુક્તિનો દાખલો રજૂ થયો નથી અને ૧૩૫-ડીની નોટીસ બજી શકી નથી.
આ નોંધ અંગે નામંજૂરનો શેરો કરી લાલપુરના સર્કલ ઓફિસરે નોંધ નામંજૂર કરી હતી. આ બાબત ધ્યાને આવતા મેહુલે પોતાના કુટુંબમાં કોઈ લોન લેવામાં આવી છે કે કેમ? તેમ પૂછતા અગાઉ કોઈ લોન લેવાઈ નથી તેમ જાણવા મળ્યું હતું. તેથી તેઓએ નોંધ અંગેની વિગતની ઓનલાઈન ચકાસણી કરતા તેમાં અરજદારના નામમાં અન્ય વ્યક્તિનું નામ લખાયેલું જણાઈ આવ્યું હતું તેથી મેહુલ શાહે વિલંબ માફની અરજી સાથે લાલપુરના પ્રાંત અધિકારીની કોર્ટમાં અરજી કરી હતી. વિલંબ માફની અરજી મંજૂર થઈ હતી.
તે પછી અપીલની સુનાવણી દરમિયાન રજૂ થયેલી દલીલો પરથી કોર્ટે અવલોકન કર્યું હતું કે, જે સર્વે નંબર પર કોઈ બોજો જ દાખલ થયો ન હોય તે જમીનના રેકર્ડમાં બોજા મુક્તિની નોંધ થાય અને તે નામંજૂર થાય તો તેના ટાઈટલને અસર થાય તે વાતમાં વજૂદ છે. ત્યારે ઈ-ધરામાં રજૂ થતી ફેરફાર નોંધ અંગે યોગ્ય સર્વે નંબરમાં જ દાખલ કરવા તકેદારી રાખવા મામલતદારને સૂચના આપવામાં આવે છે. વિવાદિત મેહુલ મોહન શાહ તરફથી વકીલ હેમલ ચોટાઈ, હીરેન ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag